અમરેલી23 મિનિટ પહેલા
કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારે 18 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
અમરેલી જિલ્લામાં ગુરુવારે કોરોનાનાં નવા 30 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 238 પર પહોંચ્યો છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાતા લોકો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
જિલ્લામાં ગુરુવારે અમરેલી શહેરમાં 7, બાબરામાં 3, બગસરામાં 2, જાફરાબાદમાં 2, કુંકાવાવમાં 9, લાઠીમાં 3, લીલીયામાં 1, રાજુલામાં 3 અને સાવરકુંડલામાં 1 મળી કુલ 30 કેસ નોંધાયા હતા.
જિલ્લામાં ગુરુવારે 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હવે 238 એક્ટિવ કેસ રહ્યા છે. જેમાં 9 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે…