ભાવનગર2 કલાક પહેલા
PIએ યોગ્ય પ્રતિભાવ ન આપતાં વેપારીઓ દુકાનો બંધ કરી SPને રજૂઆત કરવા પહોંચી ગયાફ્રુટ માર્કેટમાં વેપારીઓ તથા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરતા મામલો ગરમાયો
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવમાં આવેલી ફ્રુટ માર્કેટમાં ટ્રાફિક પોલીસે ધડાધડ વાહનો ડીટેઈન કરી વેપારીઓ સામે તથા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈ વેપારીઓએ દુકાનો બંધ કરી SPને રજૂઆત કરવા દોડી ગયા હતા.
ભાવનગર શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં અરવિંદસિંહ ASI તરીકે ફરજ બજાવે છે જે લોકો સાથે અવારનવાર પોતાના ગેરવર્તન સાથે “ખાખી” નો રૌફ બતાવી રહ્યા છે. અવારનવાર લોકો તેમજ વાહન ચાલકોને રંજાડવામા કોઈ જ કસર છોડતા નથી. આજરોજ આ ASI સ્ટાફ સાથે શહેરના ગંગાજળીયા તળાવ વિસ્તારમાં આવેલી ફ્રુટ માર્કેટમાં પહોંચ્યા હતા અને ફ્રુટની ડીલીવરી આપવા આવેલા વાહનો તથા વેપારીઓની દુકાન બહાર પડેલા વાહનોને ડીટેઈન કરી વેપારીઓ-વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈ હોબાળો મચ્યો હતો.
આ અંગે સેવાભાવી કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, અમે 2-3 દિવસ પહેલા આ અંગે રજૂઆત કરવા ગયા હતા. જેને લઈ આજે તે ટ્રાફિક પોલીસના અરવિંદસિંહએ તેનો ગુસ્સો ફ્રૂટના વેપારીઓ પર ઉતાર્યો હતો. આથી વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી ટ્રાફિક પીઆઈ પરમારને રજૂઆત કરવા દોડી ગયા હતા પરંતુ પીઆઈએ યોગ્ય પ્રતિભાવ ન આપતાં ગીન્નાયેલા વેપારીઓ ભારે રોષ સાથે એસપી જયપાલસિંહ રાઠૌરને રજૂઆત કરવા પહોંચી ગયા હતા.
ટ્રાફિક પોલીસની અકારણ કનડગત બંધ કરવા રજૂઆત કરી હતી સાથે એવી ચિમકી પણ ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી ટ્રાફિક પોલીસનો ત્રાસ બંધ નહીં થાય ત્યાં સુધી દુકાનો નહીં ખોલે બીએમસી સહિતના અધિકારીઓ દરરોજ પ્લાસ્ટિક ડ્રાઈવ, માસ્ક ડ્રાઈવ સહિતની ડ્રાઈવ તળે લોકોને લૂંટી રહ્યાં હોવાનો આક્ષેપ વેપારીઓ એ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે…