Nirmal Kutch
Breaking News
Breaking News અપરાધ કચ્છ ગુજરાત દેશ ધાર્મિક રમત ગમત રાજનીતિ વાર્તા વિદેશ

તાલીમાર્થીઓની રજૂઆત: દાહોદની નવજીવન કોલેજના ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ લેતા તાલીમાર્થીઓ સાથે મારામારી, જિલ્લા પોલીસ વડાને સુરક્ષિત જગ્યા ફાળવવા માંગ


Gujarati NewsLocalGujaratDahodFighting With Trainees Taking Training On The Grounds Of Navjivan College, Dahod, Demand For Allotment Of Safe Space To District Police Chief

દાહોદએક કલાક પહેલા

માજી સૈનિક સંગઠન દ્વારા વિવિધ ભરતીની નિ:શુલ્ક તાલીમ અપાય છે માજી સૈનિક સંગઠનના પ્રમુખ તેમજ હોદ્દેદારોએ પોલિસ અધિક્ષકની કચેરીએ આવી રજૂઆત કરી તાલીમાર્થીઓનું ભવિષ્ય ખરાબ થાય એ પહેલા ગ્રાઉન્ડ બદલવાની માંગ ઉઠી

દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર ઘણા સમયથી પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ અને પેરા મિલિટરી ફોર્સની ટ્રેનિંગ દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા તદ્દન નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ નવજીવન આર્ટ્સ કોમર્સ કોલેજ પર જ્યારે યુવક-યુવતીઓ આજે શુક્રવારે સવારે ટ્રેનિંગ લઈ રહ્યા હતા, ત્યારે ગ્રાઉન્ડ પરના કેટલાક સ્થાનિક શખ્સો દ્વારા ગ્રાઉન્ડ શેર કરવા બાબતે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેમજ મારામારી કરવામાં આવી હતી.

આ પૈકી કેટલાક યુવક-યુવતીઓ LRDની પરીક્ષામાં પાસ થયેલા છે અને આ સામાન્ય બનાવનું કોઈ મોટી ઘટનામાં રૂપાંતરણ ન થાય તે માટે ફરિયાદ ન નોંધાવતા માત્ર ગ્રાઉન્ડ બદલવાની માંગ ઉઠાવી હતી. જેથી દાહોદના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ લેતા યુવક-યુવતીઓએ પોતાનું ભવિષ્ય ખરાબ થાય એ પહેલા ગ્રાઉન્ડ બદલવાની માંગ ઉઠી હતી.

જેને લઈ દાહોદમાં ટ્રેનિંગ લેતા યુવક-યુવતીઓ તેમજ દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શંકરભાઇ વોહનીયા સહિત હોદ્દેદારોએ દાહોદ પોલિસ અધિક્ષકની કચેરીએ આવી જિલ્લા પોલીસ વડા સમક્ષ ગ્રાઉન્ડ બદલાની માંગ કરી છે. જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાની તપાસ કરી ઘટતું કરવાની હૈયાધારણા પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related posts

ચોરીના વણશોધાયેલ ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ત્રણ આરોપીઓને ઝડપી પાડી મુદામાલ રિકવર કરતી લાકડીયા પોલીસ.

nirmalkutch

આજરોજ શ્રી અંજાર ચોવીસી ગુજ્જર મેઘવાળ સમાજ દ્વારા અંજાર પ્રાંત અધિકારી અને અંજાર મામલતદાર ને આવેદનપત્ર અપાયું.

nirmalkutch

કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.

nirmalkutch

Leave a Comment