Nirmal Kutch
Breaking News
Breaking News અપરાધ કચ્છ ગુજરાત દેશ ધાર્મિક રમત ગમત રાજનીતિ વાર્તા વિદેશ

ધંધૂકા હત્યા કેસ: ગુજરાત ATS કિશન ભરવાડ હત્યા કેસમાં મુખ્ય બે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે, ધંધૂકામાં દરગાહ પાસે તપાસ થશે

Gujarati NewsLocalGujaratAhmedabadGujarat ATS Will Reconstruct The Incident Keeping Two Main Accused In Kishan Bharwad Murder Case Together, Investigation Will Be Held Near Dargah In Dhandhuka

અમદાવાદ2 કલાક પહેલા

ATSના અધિકારીઓ આરોપીઓએ જ્યાં હથિયાર છુપાવ્યા હતાં તે જગ્યાની પણ તપાસ કરશે

આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથીગુજરાત ATSની ટીમે પકડાયેલા ત્રણ આરોપીઓને ગુરૂવારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા

કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમે પકડાયેલા ત્રણ આરોપીઓને ગુરૂવારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ ખુલસો નહીં થયો હોવાનું ATSના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. ત્યારે ગુજરાત ATS દ્વારા ફાયરીંગ કરનાર મુખ્ય બે આરોપીઓને સાથે રાખીને ધંધૂકામાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે.

ગુજરાત ATS ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશેગુજરાત ATSના અધિકારીઓ ફાયરીંગ કરનાર શબ્બીર ચોપડા અને બાઈક રાઈડર ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરશે. તે ઉપરાંત ધંઘૂકા મોઢવાળા દરવાજા પાસે થયેલા ફાયરીંગની હકિકત મેળવશે. ત્યાર બાદ ATSના અધિકારીઓ ધંધૂકામાં સ્થિત સર મુબારક દરગાહ પાસે પણ તપાસ કરશે. આરોપીએ હથિયાર અને બાઈક દરગાહ પાસે છુપાવ્યા હતાં. તે અંગે પણ હકિકત મેળવવા તપાસ હાથ ધરાશે.

ATSના અધિકારીઓએ તપાસ હાથ ધરી

ATSના અધિકારીઓએ તપાસ હાથ ધરી

કમરગની દેશભરમાં સભ્યો બનાવી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છેમૌલાના કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે TFI (‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ ) નામનું સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ IB, NIA સહિતની એજન્સી અમદાવાદ આવી છે. કમર ગની ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ છે. આ સંગઠન મહંમદ પયગંબર કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાવતું હતું.

આરોપી રમીઝ પાસે 10 મહિના પહેલા પિસ્તોલ પહોંચી હતીપકડાયેલા આ ત્રણેય આરોપીઓ અલગ અલગ જગ્યા છે અને તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમના રિમાન્ડની માંગણી કરાઈ હતી. રમીઝ નામના આરોપી પાસે 10 મહિના પહેલા પિસ્તોલ વાયા વાયા પહોંચી હતી. બીજા એક આરોપીએ અન્ય આરોપીને છુપાવવામાં મદદ કરી હતી. બીજી તરફ આરોપીના વકીલનો આક્ષેપ છે કે તેમના પર જબરજસ્તી ગુજસીટોક એક્ટ લગાવવામાં આવ્યા છે.

ડાબેથી આરોપી મહમદરમીઝ સલીમ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ,મતીન ઊસમાન મોદન

ડાબેથી આરોપી મહમદરમીઝ સલીમ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ,મતીન ઊસમાન મોદન

નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છેમૌલાનાના સંગઠનના બંને અકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે.ગુજરાત ATSએ તપાસ અંગે જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કોઈ સીધું કે આડકતરું કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે ખુલાસો થવાની શક્યતા છે. અત્યાર સુધી આ કેસમાં 08 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તે ઉપરાંત વધુ પકડાયેલા 03 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગુજરાતની શાંતિ ડહોળવાના મનસૂબા લોકો સુધી પહોંચાડ્યાકમર ગની ઉસ્માની ગુજરાતમાં એક બેવાર નહીં પણ અનેકવાર આવી ચૂક્યો છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદના ચંડોળા તળાવથી લઈ શાહ આલમમાં પણ તે એક્ટિવ હતો. આ મુલાકાતો દરમિયાન મૌલાના ગુજરાતની શાંતિ ડહોળવાના મનસૂબા લોકો સુધી પહોંચાડી ગયો હોવાની વિગતો એક પછી એક ખુલ્લી રહી છે. કમર ગની અમદાવાદના ગોમતીપુર, દાણીલીમડા, ચંડોળા, શાહ આલમ જેવા વિસ્તારોમાં આવીને સોફ્ટ ટાર્ગેટ લોકોને મળ્યો હતો. મૌલાનાની કટ્ટરપંથી વાતોમાં અનેક લોકો આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related posts

શ્રી ભાચુંડા પ્રાથમિક શાળામાં આજ રોજ ૭૪મો પ્રજાસત્તાક દિન હર્ષ અને ઉલ્લાસ ભેર ઉજવવામાં આવ્યો.

nirmalkutch

અબડાસા ના વાયોર પાસે સિમેન્ટ કંપની દ્વારા ઊડતી રજનાં કારણે પર્યાવરણ ને હાનિ.

nirmalkutch

લાકડીયાના 250 કૉંગ્રેસના આઘેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા શ્રી  વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોડાયા

nirmalkutch

Leave a Comment