અમરેલી2 કલાક પહેલા
ખેડૂતને રાજ્યપાલ તરફથી ઓર્ગેનિક ખેતીનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે
અમરેલી જિલ્લાના નાના આંકડિયાના પ્રગતિશિલ ખેડૂતે ઓર્ગેનિક ખેતીની મદદથી પોતાના ખેતરમાં મરચાનું બમ્પર ઉત્પાદન કર્યું છે. મબલખ ઉત્પાદન કરી વિધા દિઠ દોઢ લાખ રૂપિયાની આવક મેળવી છે.
અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામના ખેડૂત કેતનભાઈ છેલ્લા 7 વર્ષથી ખેતી કરી રહ્યા છે. ઓર્ગનિક ખેતી કરી મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાય આધારિત ખેતી ઉપર ભાર આપી રહ્યા છે. ત્યારે ખેડૂતો પણ હવે ધીમે ધીમે ઓર્ગનિક તરફ વળી રહ્યા છે. કેતનભાઈ દ્વારા ગાયનું છાણ. ગૌમૂત્ર. છાશ. દેશી ગોળ તેમજ કોઈપણ એક દાળનો લોટ આ બધા નું મિશ્નણ કરીને જીવમૃત બનાવવામાં આવે છે જ્યારે અહીં પાક પુષ્કળ પ્રમાણમાં ઉતારો આવે છે ખેડૂત દ્વારા 2 વિઘામાં મરચા નું વાવેતર કર્યું છે અન્ય બીજા ખેડૂતો કરતા મરચાનો પાક પણ ખૂબ જ વધારે અને સારો થયો છે ગુજરાતના રાજયપાલ દ્વારા નાના આંકડીયાગામના પ્રગતિશીલ ખેડૂત કેતન ખોયાણીને એવોડ આપી સન્માન કરેલું છે.
અમરેલી જિલ્લામાં ઘણા બધા ખેડૂતો અમૃત ખેતી તરફ વળી રહ્યા છે. જમીન ફળદ્રુપતા પણ વધી રહી છે અને કોઈ પણ પાકનો ઉતારો પુષ્કળ પ્રમાણમાં આવે છે. નાના આંકડીયા ગામના અશ્વિનભાઈ વાઘેલા નામના ખેડૂતે પણ જીવામૃત દ્વારા ખેતી કરી છે એનાથી તેમને પોતાના પાકમાં ખૂબ ફાયદો થયો છે. અશ્વિનભાઈ એ તો ચણાનું વાવેતર કર્યું છે પરંતુ તેમને પણ પુષ્કળ પ્રમાણમાં પાક આવી રહ્યો છે જ્યારે આ નાના આંકડીયા ગામના ખેડૂતો ધીમે ધીમે ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યા છે.
ખેડૂત કેતનભાઈ એ કહ્યું ગુજરાતના દરેક ખેડૂત ધીમે ધીમે ગાય આધારિત ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતોના પાક પુષ્કળ પ્રમાણમાં બમ્પર આવક થાય છે. જ્યારે જીવામૃત ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે દરેક ખેડૂતો જીવમૃત ખેતી કરે તો ખેડૂતોને તો ખુબજ ફાયદો થશે.
અન્ય સમાચારો પણ છે…