Nirmal Kutch
Breaking News
Breaking News અપરાધ કચ્છ ગુજરાત દેશ ધાર્મિક રમત ગમત રાજનીતિ વાર્તા વિદેશ

ફરજમાં રૂકાવટ: વીજબીલની ચૂકવણી ન કરનાર ગ્રાહકનું વીજ મીટર ઉતારવા ગયેલા કર્મચારીઓ સાથે ગ્રાહકે બોલાચાલી કરી

Gujarati NewsLocalGujaratJamnagarThe Customer Got Into A Scuffle With The Employees Who Went To Take Down The Electricity Meter Of The Customer Who Did Not Pay The Electricity Bill.

જામનગર30 મિનિટ પહેલા

કૉપી લિંકગ્રાહક વીજ કચેરીએ જઈ હંગામો મચાવી કર્મચારીઓને ધમકાવતા ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

જામનગરના લીમડાલેન વિસ્તારમાં વીજતંત્ર દ્વારા બાકી રોકાતા નાણાંની વસૂલાત માટે વીજ મીટર ઉત્તારવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જે દરમિયાન એક વીજ ગ્રાહકે હંગામો મચાવ્યો હતો અને વીજ મીટર ઉતારવા દીધું ન હતું. ત્યાર પછી વીજ કચેરીએ આવીને વીજ ગ્રાહકે હંગામો મચાવી ટેબલ પછાડ્યા હતા, તેમજ વીજ કર્મચારીઓને પતાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસ સમક્ષ કરતાં ભારે ચકચાર જાગી છે.

આ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના લીમડાલેન વિસ્તારમાં રૂપસંગ બાપુના ડેલામાં રામસંગ નટુજી પર, સેન્ટ્રલ ઝોન વીજ હેઠળની વીજતંત્રની એક ટુકડી બાકી રોકાતા નાણાંની વસૂલાત માટે ગઈ હતી અને વીજ મીટર ઉતારી લેવાનો પ્રયાસ કરાયો હતો. જે દરમિયાન વીજ ગ્રાહકના પરિવારના સભ્યોએ મીટર ઉતારવા દીધું ન હતું અને રકઝક કરી હતી.

જેથી વીજ ટુકડી કચેરીએ પરત ફરી હતી, અને નાણાં ભરી જવા જણાવ્યું હતું. દરમિયાન વીજ ગ્રાહકના પરિવારના પુરૂષ સભ્યએ વીજ કચેરીએ આવીને હંગામોમચાવ્યો હતો અને ટેબલ પર પછાડયા હતા તેમજ કોણ મીટર ઉતારવા માગે છે? તેમ કહી ધાક ધમકી આપી હતી અને કચેરીની બહાર નીકળશે એને હું જોઈ લઈશ અને પતાવી નાખવાની ધમકી દઇ ફરજમાં રૂકાવટ ઉભી કરતા મામલો ગરમાયો હતો ત્યાર બાદ આખરે સેન્ટ્રલ ઝોન સબ ડિવીઝન હેઠળના નાયબ ઈજનેર દ્વારા સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને સીટી બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર સમક્ષ વીજ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ તેમજ ધમકી અને વીજ કચેરીમાં ધમપછાડા કરી તોડવાનો પ્રયાસ કરવા અંગેની લેખિત ફરિયાદ અરજી આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પી.જી.વી.સી.એલ.ની કચેરીમાં આ મામલે 10 મિનિટ સુધી રકઝક ચાલી હતી. અને ફરજ પર હાજર રહેલા કર્મચારીઓ સાથે પણ ઓણછાજતું વતન કરનાર વીજ ગ્રાહકોનો વીડિયો પણ બનાવી લેવાયો હતો જે વીડીયા નો રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related posts

ઓનલાઇન ઇન્સટન્ટ લોન એપ્લીકેશન દ્વારા લોનના નામે નાણાકીય છેતરપીંડીના બનાવમાં ત્રણ ઇન્સટન્ટ લોન એપ્લીકેશન બંધ કરાવતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પુર્વ કચ્છ-ગાંધીધામ.

nirmalkutch

SWAMINARAYAN સંસ્થા ના સંતો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આજે 07 may 2022 ના KHEDOI ગામ માં પધાર્યા હતા.

nirmalkutch

વોર્ડ નં. ૧૦ ની અંદર ૫ એ પ બી ની અંદર પાણી ની ટાકો બનાવવા અંગે ગાંધીધામ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ નગરપાલિકા માં કરાઈ ઉગ્ર રજુઆત.

nirmalkutch

Leave a Comment