Nirmal Kutch
Breaking News
Breaking News અપરાધ કચ્છ ગુજરાત દેશ ધાર્મિક રમત ગમત રાજનીતિ વાર્તા વિદેશ

બેજટ મંજૂર: વડોદરા મહાનગરપાલિકાનું 3838.67 કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં સર્વાનુમતે મંજૂર, બજેટમાં 5 કરોડનો વધારો કરાયો

Gujarati NewsLocalGujaratVadodaraVadodara Municipal Corporation’s Budget Of 3838.67 Crore Was Unanimously Approved In The Standing Committee, The Budget Was Increased By 5 Crore.

વડોદરાએક કલાક પહેલા

કૉપી લિંકબજેટ સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું - Divya Bhaskar

બજેટ સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું

27 જાન્યુઆરીએ વર્ષ 2022-23 કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું

વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની દ્વારા તા. 27 જાન્યુઆરીના રોજ વર્ષ 2022-23 કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગે સમિતિએ એક સપ્તાહની ચર્ચા વિચારણા બાદ બજેટના કદમાં સામાન્ય વધારો કરી રૂપિયા 3838.67 કરોડનું બજેટ સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

નવા હેલ્થ સેન્ટરો સહિતના કામોનું આયોજનસ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુધારા વધારા કરી બજેટના કદમાં રૂપિયા 5 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં રેવન્યુમાં રૂપિયા 3 કરોડનો વધારો કરાયો છે. જ્યારે આવકનો અંદાજ 1336.69 કરોડ રૂપિયાથી લઇને વધારીને 1340.34 રૂપિયા કરોડ કરવામાં આવ્યો છે. જ્યારે ખર્ચમાં રૂપિયા 1297.92 કરોડથી ઘટાડો કરી રૂપિયા 1296.03 કરોડ કરવામાં આવ્યો છે. બજેટના કદમાં જે વધારો કરવામાં આવ્યો છે. તે આવક જુના અને નવા વિસ્તારોમાં તબક્કાવાર આકારણી કરી વધારવામાં આવશે. બજેટમાં પે એન્ડ પાર્કિંગ, મહિલાઓને ટેક્ષમાં રાહત, નવા હેલ્થ સેન્ટરો બનાવવા સહિતના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.

5 એર મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશેઉલ્લેખનિય છે કે, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વધતા જતા એર પોલ્યુશન ઉપર કંટ્રોલ મેળવવા માટે પાંચ સ્થળ ઉપર એર મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થતો હોવાનું ધ્યાનમાં રાખી ચાર સ્થળે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન પણ સ્થાપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ફાયર NOC પ્રક્રિયા અને વિવિધ આવાસ યોજનાના ફોર્મ ઓનલાઈન શરૂ કરાશે તેમજ વડોદરા શહેરમાં વધુ 100 અર્બન ફોરેસ્ટ તૈયાર કરાશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ઇતિહાસને ધ્યાનમાં રાખી ચાર દરવાજા વિસ્તારમાં આવેલી પોળોના ઇતિહાસ સાથેની તક્તિઓ લગાવવામાં આવશે. તદુપરાંત 2000 કિલોવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, પાણી ડ્રેનેજ રસ્તા માટે ઓનલાઇન એપ્લિકેશન, અતિથિગૃહ ટાઉન હોલ, પ્રાણી સંગ્રહાલય, સ્વિમિંગ પૂલ, સિટીઝન સેન્ટ્રિક સર્વિસ ઓનલાઈન કરવાનું આયોજન છે.

10 વર્ષમાં રૂપિયા 5900 કરોડના વિકાસ કામો થયાવિકાસલક્ષી બજેટ ગણાવતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, પુરાતવાળા આ બજેટમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનમાં સમાવિષ્ટ નવા ગામોમાં તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વિકાસલક્ષી કામોમાં નાણાંની જરૂરીયાત ઉભી થશે તો રૂપિયા 131 કરોડ જમીનો વેચીને તેમજ રૂપિયા 100 કરોડની સસ્તા દરની લોન લઈને કરવામાં આવશે. છેલ્લા 10 વર્ષમાં રૂપિયા 5900 કરોડના વિકાસ કામો થયા છે.

વીજ બીલમાં સરેરાશ રૂપિયા 1.29 કરોડની બચત થશેવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ આજવા સરોવર ખાતે 2 મેગાવોટ એટલે કે 2000 કિલોવોટ ક્ષમતાનો પાણી પર તરતા સોલાર પાવર પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ કાર્યાન્વિત થતા આગામી 25 વર્ષ સુધી પ્રતિ વર્ષે વીજ બીલમાં સરેરાશ રૂપિયા 1.29 કરોડની બચત થશે. તથા પ્રતિ વર્ષ 5200 MT Grenn House Gas(GHG)નું ઉત્સર્જન ઘટાડી શકાશે. આ ઉપરાંત પાણી પુરવઠા અને ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રકચરનો મહત્તમ ઉપયોગ કરી પાણીના સંપ, પાણીની ટાંકીઓ, પંપ હાઉસ, સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઉપલબ્ધ જગ્યાઓ પર સોલાર પ્લાન્ટસ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં ઇ-વ્હિકલ્સના વપરાશમાં વધારો થાય અને તેને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA)સહયોગથી શહેરમાં ચાર ઇલેકટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે.

2022-23નું બજેટ તમામ લોકોને ધ્યાનમાં લઇ બનાવવામાં આવ્યું સેફ વડોદરા અંતર્ગત વર્ષ- 2022માં વેમાલી અને બદામડી બાગ ખાતે નવિન ફાયર સ્ટેશન બનાવવાની સાથે ફાયર બ્રિગેડ માટે વિવિધ વાહનો તથા વોટર બાઉઝર, ફાયર પંપ તથા વિવિધ સાધનો ખરીદવામાં આવશે. આ ઉપરાંત વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ-2022-23નું બજેટ તમામ લોકોને ધ્યાનમાં લઇ બનાવવામાં આવ્યું છે. દરેક વર્ગને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related posts

મામૈઇ દેવ ના જેષ્ઠપુત્ર ઇસ્ટ દેવ શ્રી મતિયા દેવ જે .એકજ કરછ માં મહેશપંથી મહેશ્વરી સમાજ ના આંસથાના પ્રતિક ગામ ગુડથર અબડાસા મઘેયે બિરાજમાન છે.

nirmalkutch

શંકાસ્પદ ચોરી/છળકપટથી મેળવેલ ખાદ્ય તેલ તથા જીરાના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી ભચાઉ પોલીસ

nirmalkutch

અંજાર તાલુકાના ગામ મેઘપર બોરીચી (કુંભારડી) ના પૂર્વ સરપંચ અને હાલના સરપંચ ના પતી ની ખુલ્લેઆમ દાદાગીરી આવીસામે.

nirmalkutch

Leave a Comment