Nirmal Kutch
Breaking News
Breaking News અપરાધ કચ્છ ગુજરાત દેશ ધાર્મિક રમત ગમત રાજનીતિ વાર્તા વિદેશ

મૃતકોની શોકસભા: કેનેડા બોર્ડર પર બરફની ચાદર નીચે મોતને ભેટેલા પટેલ પરિવારનું ગાંધીનગરના ડીંગુચામાં સોમવારે બેસણું યોજાશે

ગાંધીનગરએક કલાક પહેલા

કૉપી લિંકહજી પણ ગામમાં શોકનો માહોલ યથાવત, 66 હજાર ડોલરનો ફાળો કેનેડામાં એકઠો કરાયો

કેનેડા યુએસ બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરવાના ચક્કરમાં માઈનસ 35 ડિગ્રી હિમ વર્ષાથી બરફની ચાદર નીચે મોતને ભેટેલા પટેલ પરિવારનાં વતન ગાંધીનગરનાં ડીંગુચા ગામે મૃતકોનું સોમવારે સવારે બ્રહ્માણી માતાની વાડીમાં શોકસભા યોજવામાં આવી છે. બીજી તરફ કેનેડામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા પટેલ પરિવારને 66 હજાર ડોલરનો ફાળો પણ એકઠો કરી મોકલી આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

કેનેડા યુએસ બોર્ડર ક્રોસ કરતી વેળાએ માઈનસ 35 ડિગ્રી તાપમાન વચ્ચે ભારે હિમ વર્ષા શરૂ થતાં ગાંધીનગરનાં જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલી, પુત્રી વીહંગા અને પુત્ર ધાર્મિક બરફની નીચે દટાઈને મોતને ભેટ્યાની ઘટનાને આખા વિશ્વને હચમચાવી દીધું છે. ત્યારે કેનેડાની તપાસ એજન્સીઓ સમગ્ર પ્રકરણમાં માનવ તસ્કરીની દિશામાં તપાસ આગળ વધારીને ગ્રુપના અન્ય સાત લોકોની પણ અટકાયત કરી લેવાઈ હતી.

આ માનવ તસ્કરીનો રેલો ગુજરાતના ગાંધીનગર સુધી આવી પહોંચ્યો છે. કેમકે મોતને ભેટેલા પટેલ પરિવાર ગાંધીનગર કલોલના ડીંગુચા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. જેનાં પગલે બે નંબરી એજન્ટો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોકે, ડીંગુચા ગામનો પટેલ પરિવાર બરફની ચાદર નીચે મોતને ભેટ્યા હોવાના અહેવાલો સામે આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે પરિવારજનો પણ હજી આ બાબતે કોઈ ફોડ પાડવા તૈયાર નથી.

ડીંગુચા ગામ 7 હજારની આસપાસ વસતી ધરાવતુ ગામ છે. જેમાંથી 3200થી 3300 જેટલા લોકો હાલમાં વિદેશમાં વસેલા છે. આ તમામ લોકો અમેરિકા, કેનેડા કે બ્રિટનના દેશોમાં જઇને વસેલા છે. જેનાં કારણે ગામમાં પ્રવેશતા જ નિરવ શાંતિનું વાતાવરણ જોવા મળે છે. ડીંગુચા ગામના લોકોમાં વિદેશ જવાનું વળગણ જોવા મળે છે. ડીંગુચા ગામમાં મોટાભાગના લોકો વિદેશમાં જઈને વસેલા છે અથવા તો ઈન્ટરનેશનલ ટ્રાવેલ એજન્ટ બનેલા છે.

અહીંના યુવાનો અમેરિકાની સિટિઝનશીપ મેળવી લે છે અથવા તો એજન્ટ બની જાય છે. ગામના અડધો અડધ લોકો વિદેશમાં વસતા હોવાને કારણે આ ગામ સામાન્ય ગામ જેવુ લાગતુ નથી. અહીં પાકા રોડ, બે મોટી શાળાઓ, હોસ્પિટલ્સ, કમ્યુનિટી હોલ અને બેંકો છે. વિદેશ જઈને વસેલા ગામના લોકો જ આ ગામના વિકાસમાં ફાળો આપતા રહે છે.

કલોલના આ ગામના અડધો અડધ લોકો વિદેશમાં વસતા હોવાને કારણે આ ગામ સામાન્ય ગામ જેવુ લાગતુ નથી. અહીં પાકા રોડ, બે મોટી શાળાઓ, હોસ્પિટલ્સ, કમ્યુનિટી હોલ અને બેંકો છે. વિદેશ જઈને વસેલા ગામના લોકો જ આ ગામના વિકાસમાં ફાળો આપતા રહે છે. પરંતુ જીવના જોખમે અમેરિકા ઘૂસવાની લાયમાં પટેલ પરિવાર મોતને ભેટયા હોવાના અહેવાલો સામે આવતા કેનેડામાં વસતા ગુજરાતી પરિવારોએ પણ 66 હજાર ડોલર જેટલો ફાળો એકઠો કરીને પરિવારને મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આગામી સોમવારે ડીંગુચા ગામમાં આવેલ બ્રહ્માણી માતાની વાડીમાં પટેલ પરિવાર દ્વારા સવારે સાડા આઠથી સાડા દસ કલાક દરમિયાન શોક સભાનું પણ આયોજન કરાયું છે. સામાન્ય રીતે હિન્દુ સમાજમાં કોઈનું મૃત્યુ થયા તો ગુરુવારે કે રવિવારે બેસણું યોજવામાં આવતું હોય છે. પરંતુ વર્ષોથી આ ગામમાં કોઈપણનું મરણ થાય તો સોમવારે બેસણું યોજાય છે. એજ રીતે મોતને ભેટેલ પટેલ પરિવાર શ્રદ્ધાંજલિ આપવા સોમવારે બેસણું યોજાશે.

અન્ય સમાચારો પણ છે…

Related posts

સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાં સાથે ભણાવાઈ રહ્યાં છે જીવદયાનાં પાઠ.

nirmalkutch

ગાંધીધામ વિધાનસભા ઉમેદવાર માલતીબેન મહેશ્વરી એ ગાંધીધામ ના અલગ અલગ વિસ્તાર માં કાર્યાલય ઉદઘાટન અને જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો.

nirmalkutch

ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા થયેલ ધરપકડના વિરોધમાંગૂજરાત પ્રદેશ કોંગ્રેસ.

nirmalkutch

Leave a Comment