રાજકોટએક કલાક પહેલા
કૉપી લિંક
સ્ક્રેપ બેન્ચ પર બેસી લોકો સમય પસાર કરી શકશે.
શહેરના અલગ અલગ 5 બગીચામાં આ બેન્ચ મૂકવામાં આવી
સ્વચ્છ સર્વેક્ષણ 2022 અન્વયે 3R (રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ) ઇનિટિએટીવ્સ તરીકે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કોર્પોરેશનના વાહનોના બિન ઉપયોગી ટાયરો અને સ્ક્રેપ કરવા લાયક પાઇપમાંથી 12 સ્ક્રેપ બેન્ચ તૈયાર કરવામાં આવી છે. લોકોને બેસવાની સુવિધા મળી રહે તે માટે શહેરના જુદા-જુદા 5 બગીચાઓમાં આ બેન્ચ મૂકવામાં આવી છે.
સ્ક્રેપ બેન્ચ ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝે બનાવી આપીઆ સ્ક્રેપ બેન્ચ ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝ દ્વારા PPP ધોરણે બનાવી આપવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વાહનોના બિન ઉપયોગી અને સ્ક્રેપ કરવા લાયક ટાયર તથા બાંધકામ વિભાગના સ્ટોરમાં રહેલા બિન વપરાશ સ્ક્રેપ કરવા લાયક પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
લોકો શાંતિથી બેસી શકે તે માટે બચીગામાં આ બેન્ચ મૂકવામાં આવી.
શહેરના 5 બગીચામાં સ્ક્રેપ બેન્ચ મૂકવામાં આવીરાજકોટ શહેરમાં કલ્પના ચાવલા ગાર્ડન- રેસકોર્ષ, જ્યુબેલી ગાર્ડન, લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન, અમરનાથ મંદિર પાસે, ચંદ્વશેખર આઝાદ ગાર્ડન, પ્રેમ મંદિર સામે અને બાલ મુકુન્દ ગાર્ડન, વોર્ડ નં.9ની ઓફિસ સામે એમ કુલ 5 સ્થળોએ સ્ક્રેપ બેન્ચ મૂકવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે…