Nirmal Kutch
Breaking News
Breaking News અપરાધ કચ્છ ગુજરાત દેશ ધાર્મિક રમત ગમત રાજનીતિ વાર્તા વિદેશ

સોશિયલ મીડિયાનો સદઉપયોગ: ટ્રેનમાં TTEએ દંડના પૈસા લઈને રસીદ ન આપતા નવસારીના શિક્ષકે રેલવે મંત્રાલયને ટ્વિટના માધ્યમથી જાણ કરી, TTEને કરાયા સસ્પેન્ડ

Gujarati NewsLocalGujaratNavsariNavsari Teacher Informs Railway Ministry Via Tweet That TTE Did Not Give Receipt After Taking Fine Money In Train, TTE Suspended

નવસારી9 મિનિટ પહેલા

550ના દંડ સામે 300 માં તોડ કરવા જતાં TTE ભેરવાયાશિક્ષકે ચાલુ ટ્રેનમાંથી કરેલા ટ્વિટનો જવાબ ત્વરિત આવ્યો અને TTE વિરૂદ્ધ કાર્યવાહી થઈ

રેલવેમાં ટિકિટ વગરના યાત્રીઓ પાસે મોટી રકમ વસૂલી રસીદ ન આપી રેલવે મંત્રાલયને લાખોનો ચૂનો ચોપડતા ભ્રષ્ટાચારી TTE વિરુદ્ધ નવસારીમાં રહેતા એક શિક્ષકે રેલવે મંત્રાલયને ટ્વીટના માધ્યમથી જાણ કરી હતી. શિક્ષકે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને રેલવે કર્મચારીને સસ્પેન્ડ કરાવ્યો છે. ટ્વિટરના માધ્યમથી રેલવે મિનિસ્ટ્રીને હરકત અંગે જાણ કરતાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરતા જ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

નવસારીના વિજલપોર ખાતે રહેતા શિક્ષક સુરેશ પાટીલ બે દિવસ અગાઉ જલગાવ થી સુરત આવવા માટે પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનમાં વગર ટિકિટે બેઠા હતા. જેમાં TTE દ્વારા ટીકિટની માંગણી કર્યા બાદ તેમને સમગ્ર હકિકત જણાવી હતી અને દંડની રકમ ભરવા માટે પણ તૈયારી બતાવી હતી. 550ના દંડ સામે 300માં તોડ કરવા TTE ભેરવાયા હતા અને TTEએ પૈસા લઈને દંડની પાવતી ન આપી જણાવ્યું હતું કે, હું બધું સેટીંગ કરી લઈશ તમે ચિંતા ના કરો અને ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો. આ સમગ્ર હકીકતની જાણ સુરેશ પાટીલે રેલવેના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કરી હતી. જેના પ્રતિસાદરૂપે થોડા સમયમાં જવાબ આપી રી ટ્વીટ કરી કાર્યવાહી થશે તેવું કહેવામાં આવ્યું હતું.

પ્રેરણા એક્સપ્રેસ સુરત આવતાની સાથે જ રેલવેના અધિકારીઓએ ફરિયાદી સુરેશ પાટીલ અને TTE ધનરાજ જાદવની પૂછતાછ કરી હતી. જેમાં તે દોષિત સાબિત થયો હતો. ત્યારબાદ સુરતની CMI ઓફિસથી ફરિયાદી યુવાનને રસીદ બનાવીને આપવામાં આવી હતી.

ફરિયાદી સુરેશ પાટીલ D-4 કોચમાં ચડ્યા હતા. ત્યારે TTEની ટ્રેનના D-4 કોચમાં નોકરી ન હતી પરંતુ તે ગેરકાયદેસર રીતે અન્ય કોચમાં ટિકીટ વગરના યાત્રીઓ પાસે પૈસાની વસૂલી કરી રહ્યો હતો તેવી પણ હકીકત સામે આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસ થઇ રહી હતી તે સમયે TTE એ ફરિયાદીને ધમકાવ્યો હતો કે, હું તને કોરોનાના કેસમાં ફસાવી દઈશ.

અન્ય સમાચારો પણ છે…

Related posts

પુર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બનેલ પોલીસ માટેના નવનિર્મીત બિનરહેણાંક અને રહેણાંક આવાસોનાં લોકાર્પણ કાર્યક્રમ.

nirmalkutch

સામખીયા૨ી પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો કુલે રૂ.૨૪,૪૧,૪૬૦/-ના મુદ્દામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ.

nirmalkutch

સુરતમાં મોંઘી કાર લઈને ચોરી કરવા આવનાર ઈસમ રિવોલ્વર સાથે ઝડપાયો.

nirmalkutch

Leave a Comment