⋅વોર્ડ નં. ૧૦ ની અંદર ૫ એ પ બી ની અંદર પાણી ની
ટાકો બનાવવા અંગે ગાંધીધામ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ નગરપાલિકા માં કરાઈ ઉગ્ર રજુઆત.
ગાધીધામ નગર પાલીકાના વોર્ડ નં.૧૦ માં રેખાવેલ વિસ્તાર ૫ એ અને ૫ બી માં આવેલ પાણી ની ખુબ મોટી સમસ્યા છે અને આ માટે ગાધીધામ મહિલા કોગ્રેસ માંગ છે કે આદીપુર વોર્ડ નં. ૫ એ, ૫ બી, વિસ્તાર માં પણ પાણી નો ટકો બનાવવા માં આવે એવી અમારી માગ છે
અને આ વિસ્તાર ના લોકો પાણી ની ખુબ મોટી સમસ્યાઓ છે અને આ વિસ્તાર સામાજીક સંસ્થાઓ અને સ્કુલો અને હોસ્પિટલો પણ આવેલ છે જેવી કે ગુરૂનાનક પબ્લિક સ્કુલ, ગુરૂનાનક સ્કુલ, સેવી ઈન્ટરનેશનલ, આહિર કન્યા છાત્રાલય,નાથાની હોસ્પીટલ,તપ હોસ્પીટલ, વિનાયક હોસ્પીટાલ, વાસપા સ્કુટર શોરૂમ, કે.ટી.એમ શોરૂમ , હીરો હોન્ડા શોરૂમ,ફાર્મ હાઉસ, અનેક રેસ્ટોરેન્ટ, હરેશ સગતાની સ્પોર્ટ કલબ,ક્ષત્રીય સામજ વાડી, આહિર અનાથ આશ્રમ ,અને ૪૦ કોર્સીયલ સોપ,અને ફર્નીચર દુકાનો, ૧OO જેટલા પોલીસ ક્વાટર્સ આવેલ છે. આમ આ વિસ્તાર ની પાણી ની ખુબ મોટી સમસ્યાઓ છે
આથી અમારી એ માંગ છે કે આ વિસ્તાર માં પાણી નો ટાકો બનવવામાં આવે આમ ગાધીધામ નગર પાલીકા હાલ જે વોર્ડ માં પાણી ટાકા બનવવા માટે જે ગ્રાન્ટ પાસ થઈ આવેલ છે તે ગ્રાન્ટમાંથી અમારા વિસ્તાર માં પણ પાણી નો ટાકો બનાવવામાં આવે એવી અમારી માંગ છે.