વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળમંડળ ના બાળકો દ્વારા વિરાટ વ્યસન મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે.
જેમાં અંજાર, આદિપુર, ગાંધીધામ ,નખત્રાણા બાળ મંડળના બાળકો દુકાને-દુકાને, ઘરે-ઘરે, બગીચા,બસ સ્ટેશન અને કંપનીઓ જેવા સ્થળે જઈને લોકોને વ્યસનના ગેરફાયદા જણાવી લોકોને વ્યસન મુક્ત થવા સંકલ્પ લેવડાવે છે.
સાથે સાથે જેમને વ્યસન નથી તેઓ પણ વ્યસનથી આજીવન દૂર રહી રહે શકે તે માટે સંકલ્પ લેવડાવે છે
જેમાં બધા જ બાળકો ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ના રાજીપા માટે નિ:સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે.
જેના ભાગરૂપે તારીખ 15/ 5/ 22ના રોજ રવિવારે સાંજે અંજાર મધ્યે નગરપાલિકા સંચાલિત બગીચામાં સાંજે 6 થી 8 વ્યસનમુક્તિ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
જેમાં અંજાર નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતી બહેને દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યું તેમજ કાર્યને સફળ બનાવવા માટે શ્રી નિલેશભાઈ ગોસ્વામી (બાગ બગીચા કમિટીના ચેરમેન) સાથે નગરસેવક શ્રી સુરેશભાઈ ઓઝાનો પણ સહયોગ પ્રાપ્ત થયેલ.
અંજાર ક્ષેત્રના બાળમંડળ ના કાર્યકરો એ આ કાર્યક્રમ સફળ બનાવવા ખુબ જ જહેમત ઉઠાવી હતી.