Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત રમત ગમત

અંજારના યુવાન નાગરાજસિંહ ઝાલાને હરીફાઈમાં એવોર્ડ અપાયો.

અંજારના યુવાન નાગરાજસિંહ ઝાલાને હરીફાઈમાં એવોર્ડ અપાયો

એસ.એસ. ઈવેન્ટ એન્ડ પ્રોડકશન દ્વારા તારીખઃ ૧૪/૦૫/૨૦૨૨ નાં રોજ દહેરાદુન ખાતે આયોજીત મિસ્ટર એન્ડ મીસ ડી.સી. ઈન્ડિયા – ૨૦૨૨ ની પ્રતિયોગીતા યોજાઈ હતી.

તેમાં અંજારનાં નાગરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ મિસ્ટર ડીસી ઈન્ડિયા અને મિસ્ટર ગુજરાત ડીસી નો ખિતાબ પોતાના સર કર્યો હતો. આ નોર્થ ઈન્ડિયાની બહુ જ ફેમસ પ્રતિયોગીતા છે.

સાતમા તબક્કાની આ હરીફાઈમાં ભારતભરમાંથી પસંદગી પામેલા ૫૦ જેટલા યુવક યુવતીઓએ ત્રણ વિભાગમાં પ્રદર્શન કર્યુ હતું. કાર્યક્રમમાં જાણીતા ફેશન ડિઝાઈનર અને આયોજક સૂફી સાવરી દ્વારા મોડલીંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુકોને પ્રોત્સાહિત કરવાના હેતુસર આ આયોજન કરાયુ હતું.

ઈનામ વિતરણ સમારોહમાં હરીયાણાનાં કલાકાર કુલદિપ કૌશિક તથા અન્ય મહેમાનોનાં હસ્તે અંજારનાં મોડલ નાગરાજસિંહ ઝાલાને બે એવોર્ડ એનાયત કરાયા હતાં.

ભારતના આ એવોર્ડ વિજેતા અને છેલ્લા કેટલાય વર્ષોથી મોડલીંગ ક્ષેત્રે કાર્યકીર્દી બનાવવા જજુમી રહેલા તથા કચ્છમાં મી. કચ્છ ૨૦૨૦–૨૨ માં ફાઈનલીસ્ટ રહેલા નાગરાજસિંહ એ જણાવ્યું હતું કે આ ક્ષેત્રે ખુબ જ મહેનત અને ખંત માંગી લે એવું છે. પરંતુ સખ્ત પરિશ્રમ અને આત્મ વિશ્વાસ સાથે તમામ બાબત શકય બને છે. નાના શહેરનાં યુવાનોએ પણ આ ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા ઈચ્છુકોએ ઝંપલાવવું જોઈએ.

Related posts

ભચાઉ પો.સ્ટે.વિસ્તા૨માથી ચોરી/છળકપટથી મેળવેલ ચોખાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ.

nirmalkutch

મુંદરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન

nirmalkutch

શાળા પ્રવેશોત્સવ શ્રી રતનાલ કન્યા શાળા અને કુમાર શાળા ના બાળકો ને પ્રવેશ અપાયો હતો.

nirmalkutch

Leave a Comment