સામખીયા૨ી પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો
કુલે રૂ.૨૪,૪૧,૪૬૦/-ના મુદ્દામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી
લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય
આજરોજ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એમ.એન રાણા એલ.સી.બી નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ટીમ ડોમ્બીંગ નાઈટ પેટ્રોલીંગમા હતી અને પેટ્રોલીગ દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે સામખીયારી ટોલ નાકા પાસે વોચમાં ઉભા રહી અંગ્રેજી દારૂ ભરેલ આઈસર ટ્રકને પકડી પાડી નિચે જણાવ્યા મુજબ આરોપી તથા મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી સામખીયારી પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.
પડાયેલ આરોપીનુ નામ:
(૧) હરદેવસિંહ ચનુભા પરમાર ઉ.વ.૨૩ રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી
હાજર નહી મળેલ આવેલ આરોપીનુ નામ:(
૧) વિજય જયંતિભાઈ પટેલ રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મો૨બી
મુદામાલની વિગત:-
અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાંન્ડ બોટલો નંગ-૧૯૫૯ કિ.રૂ.૮,૪૮,૧૬૦/– બિયર ટીન નંગ –૮૩૩ કિ.રૂ.83,300/-કુલે રૂપીયા :-૯,૩૧,૪૬૦/- નો દારૂ
– આઈશર વાહન નં GJ-03-BY-1451 કિ.રૂ.15,00,000/-
મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.10000/કુલ કિ.રૂ.૨૪,૪૧,૪૬૦/
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર
એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.