પુર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બનેલ પોલીસ માટેના નવનિર્મીત બિનરહેણાંક અને રહેણાંક આવાસોનાં લોકાર્પણ કાર્યક્રમ
ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા રાજયમાં અલગ-અલગ શહેર જિલ્લાઓ ખાતે આવાસોનું લોકાર્પણ કાર્યક્રમનાં નવનિર્મીત બિનરહેણાંક રહેણાંક નું લોકાર્પણ કાર્યક્રમ અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ માનનીય સાંસદથી ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકારમંત્રી ભારત સડા૨ તથા આ કાર્યક્રમમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય અને શ્રી હર્ષ સંઘવી માનનીય રાજયક્ષાનાં મંત્રીશ્રી ગૃહ ગુજરાત રાજય નાં વરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમનું કરવામાં આવ્યુ હતુ.
લાકડીયા પોલીસ સ્ટેશન ખર્ચ રૂ. ૯૨,૬૧,૦૧૯, અંજા૨ પોલીસ લાઇન (કવાટર્સ) ખર્ચ રૂ.૨,૯૧,૨૬,૨૦૦ એમ.ટી.સેકશન ખર્ચ રૂ. ૨,૬૧,૧૨,૫૬૩, આર.પી.આઈ. એડમીન બિલ્ડીંગ, આર્મ્સ એમ્યુનેશન રૂમ, બેરેડ,ડીસ્પેન્સરી સેન્ટર, બેન્ડ રૂમ તથા ડીટીસી સેન્ટ૨ ખર્ચ રૂ.૪,૪૪,૫૬,૮૨૬/
આમ કુલે રૂ. ૧૦,૮૯,૫૬,૬૧૯/-ના ખર્ચે બનેલ પોલીસ આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ પોલીસ મુખ્ય મથક શિણાય તા.ગાંધીધામ જિલ્લો પુર્વ કચ્છ ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં માનનીય અધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભા અતિથી વિશેષથી ડો.નીમાબેન આચાર્ય, પુર્વ મંત્રી વાસણભાઈ આહીર,ગુજરાત સરકાર તથા ધારાસભ્યશ્રી અંજાર તથા,શ્રીમતી માલતીબેન મહેશ્વરી ધારાસભ્યશ્રી ગાંધીધામનાઓની ઉપસ્થિતીમાં તેમજ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ-કચ્છ જે.આર.મોથાલીયા પોલીસ કાર્યક્રમમાં સીનીય૨ પદાધિકારીશ્રી તથા શ્રીમતી પ્રવિણા ડી.ડે. કલેક્ટર થી કચ્છ-ભુજનાઓની પ્રેરક ઉપસ્થિતીમાં અન્ય મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેથી પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવા પૂર્વ કચ્છ ના જુદા જુદા ગામડાઓ શહેરો,માંથી જનમેદની જોડાઈ હતી. અને એક સુંદર મજા નું ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.