Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત ધાર્મિક

પ્રમુખસ્વામી મહારાજ શતા બ્દી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. બાળ – બાલિકા પ્રવૃત્તિ દ્વારા યોજાયું વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે .

પ્રમુખસ્વામી મહારાજ શતા બ્દી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. બાળ – બાલિકા પ્રવૃત્તિ દ્વારા યોજાયું વ્યસન મુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે .

દિલ્હી અને ગાંધીનગર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામના રચયિતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર હતું – ‘ બીજાના ભલામાં આપણું ભલું છે , બીજાના સુખમાં આપણું સુખ છે ’ . આ જ જીવનભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન ૪૦ લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા હતા .

તેમની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દેશ – વિદેશમાં ૧૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે . વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેકને પ્રેરણાઓ આપી છે .

આવા વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળ – બાલિકા પ્રવૃત્તિ દ્વારા ‘ વ્યસનમુક્તિ અભિયાન ’ અને ‘ પ્રકૃતિ સંવર્ધન અભિયાન’નું આયોજન મે મહિનામાં કરવામાં આવ્યું હતું .

પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ. સંસ્થાના ૧૬,૦૦૦ બાળકોના ૪૨૦૦ વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા હતા .

થર , દુકાન , ઓફીસ , ફેક્ટરી , બસ સ્ટેશન , જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ ૧૪ લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો . દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી .

તારીખ ૮ મે થી ૨૨ મે દરમિયાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસના પરિણામે દેશભરના ૪ લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી .

આ ઉપરાંત ૧૦ લાખ જેટલા લોકોએ અન્યને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો . વ્યસનમુક્તિ અભિયાનની સમાંતર બી.એ.પી.એસ. સંસ્થાની ૧૪,૦૦૦ બાલિકાઓના ૩૩૦૦ વૃંદ દ્વારા સમગ્ર દેશમાં ‘ પ્રકૃતિ સંવર્ધન અભિયાન ’ યોજાયું . દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાલિકાઓએ ઘરોઘર જઈને ૧૨ લાખ જેટલા લોકોને મુખ્ય ત્રણ સંદેશ આપ્યા . ૧. પાણી બચાવો . ૨. વીજળી બચાવો . ૩. વૃક્ષ વાવો . આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાઓ ભરી શકે તે માટે બાલિકાઓ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી . સતત ૧૫ દિવસ ચાલેલા આ અભિયાનના પરિણામે ૧૦ લાખ લોકો પાણી – વીજળીના બચાવ માટે અને ૬ લાખ લોકો વૃક્ષોના વાવેતર અને જતન માટે કટિબદ્ધ થયા હતા .

સાથોસાથ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌએ સંકલ્પ કર્યો હતો . ગુજરાત , મહારાષ્ટ્ર , રાજસ્થાન , દિલ્હી , પંજાબ , ઉત્તર પ્રદેશ , મધ્યપ્રદેશ , પશ્ચિમ બંગાળ , કર્નાટક વગેરે રાજ્યોમાં યોજાયેલા આ અભિયાન બાદ તારીખ ૩૧ મે ૨૦૨૨ ના રોજ ‘ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ’ ઉપક્રમે સમગ્ર ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાં ૧૦૦ જેટલી વિરાટ વ્યસનમુક્તિ રેલીનું આયોજન થયું હતું .

પ્રેરણાત્મક પ્રદર્શન , રચનાત્મક ફલોટ્સ , બાળ – બાલિકાઓ દ્વારા થતા સૂત્રોચ્ચાર દ્વારા વ્યસનમુક્તિ માટે સમાજ જાગૃતિનું વિરાટ કાર્ય થયું હતું . વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સમગ્ર દેશમાં ૫૦,૦૦ જેટલા બાળકો – બાલિકાઓ આ રેલીમાં ભાગ લીધો હતો .

આ રીતે આ બાળ – બાલિકાઓએ કુલ ૨૬ લાખ જેટલા લોકોનો સંપર્ક કરીને ‘ પ્રકૃતિ સંવર્ધન અભિયાન ’ અને ‘ વ્યસનમુક્તિ અભિયાન ’ દ્વારા સમાજ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય કર્યું હતું .

આ અભિયાનના પરિણામે સમાજને તો લાભ થશે જ , પરંતુ એ સાથે અભિયાનમાં જોડાયેલા બાળ – બાલિકાઓને આજીવન વ્યસનમુક્ત રહેવાના અને વીજળી , પાણી અને વૃક્ષોનું સંવર્ધન કરવાના પાઠ શીખવા મળ્યા હતા .

સેલ્ફ કોન્ફીડન્સ , કોમ્યુનીકેશન , લીડરશીપ , ટીમવર્ક વગેરે જેવી સુષુપ્ત શક્તિઓ આ બાળ – બાલિકાઓમાં અભિયાનના પરિણામે ખીલી હતી . દેશહિત માટે કંઈક કરી છૂટવાના , સમાજની નિઃસ્વાર્થ સેવાના , ગુરુને રાજી કરવાના ઉચ્ચતમ આદર્શોના બીજ આ બાળ – બાલિકાઓના અંતરમાં રોપાયા . બી.એ.પી.એસ.ના બાળ – બાલિકાઓ આ અભિયાન દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સમાજઉત્કર્ષ માટે કરેલા કાર્યોના પગલે પગલે ચાલ્યા છે .

ભારત દેશના ભવિષ્યના આ ઘડવૈયાઓએ આઝાદીના અમૃત વર્ષે દેશના ઉજ્વળ ભવિષ્ય માટે કરેલું સમાજ ઉત્કર્ષનું આ વિરાટ કાર્ય પ્રશંસનીય છે .

Related posts

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગામોના વિસ્તારમા અદભૂત જોવા મળ્યો નજારો.

nirmalkutch

સુરતમાં બિટકોઇનની લેવડ-દેવડ મુદ્દે યુવાનનું અપહરણ, પોલીસના ડર ને કારણે અપહરણ કરતા ને છોડી આરોપીઓ ફરાર

nirmalkutch

અંજાર નગરપાલિકા ધ્વારા ૭૪ માં પ્રજાસત્તાક દિવસ નિમિતે નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ મધ્યે ધ્વજવંદન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું.

nirmalkutch

Leave a Comment