સુરતમાં બિટકોઇનની લેવડ-દેવડ મુદ્દે યુવાનનું અપહરણ, પોલીસના ડર ને કારણે ઓપહરણ કરતા ને છોડી આરોપીઓ ફરાર
સુરત શહેરમાંથી ચોંકવાનારાં અહેવાલ સામે આવ્યાં છે. સુરતમાંથી નાણાં પરત મેળવવા શખ્સોએ નકલી CBIના અધિકારી બનીને એક યુવાનનું અપહરણ કર્યું હતું. યુવાનના બીટકોઈનની બાકી નાણાંના મુદ્દે યુવકનું અપહરણ કરાયું હતું. જે મામલે સરથાણા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાયો હતો.
પરંતુ આરોપીઓ એલર્ટ થઈ જતા ભોગ બનનાર દિપક વઘાસીયાને અપહરણકર્તાઓ મુક્ત કરી ભાગી છૂટ્યાં હતા.દિપક વઘાસિયાએ આપેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.આ તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી.
દિપક વઘાસિયાની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, વિજય સભાડિયાં અને તેની વચ્ચે કરોડોનાં બીટકોઈનના નાણાંની લેતીદેતી મુદ્દે તકરાર ચાલતી હતી. આ તકરારમાં વિજય સભાડિયાનો ભાઈ ભદ્રેશ સભાડિયા સીબીઆઈનાં અધિકારીઓને લઈ સરથાણા સ્થિત ઓફિસે આવ્યો હતો.
સીબીઆઈના અધિકારી તરીકે આવેલ મુકેશ ઉર્ફે બ્રિજેશશીંગ ઉર્ફે બી.એસ.મહારાણા યાદવ અને બ્રિજભાનશીંગ ગુરુપ્રસાદ યાદવે અપહરણ કરી બીટકોઈન અંગેની ખોટી સ્કીમોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ઓફિસેથી તેનું અપહરણ કરી લઈ ગયાં હતા. પરંતુ બાદમાં પોલીસ નાં ડરથી તેને છોડી મુકાયો. ત્યાર બાદ પોલીસને આ બાબતની જાણકારી આપી હતી.
રીપોટર
સુનિલ ગાંજાવાલા
સુરત