આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને રાણા સમાજ દ્વારા સુરતમાં આઠ દિવસીય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
સુરત રાણા સમાજ, રાણા સમાજ મહિલા ફોરમ, યુવા રાણા સમાજ-સુરતનાં સંયુક્ત ઉપક્રમે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સિકોત્રા માતાની વાડી, કોટસફીલ રોડ ખાતે ૮ દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. યોગ સાથે આયુર્વેદનાં પ્રચાર-પ્રસાર વિશે ડો.હેમાલીબેન રાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તેમજ વધુને વધુ લોકો યોગાભ્યાસ કરે એવા આ શિબિર દરમિયાન પ્રયાસો કરવામાં આવ્યાં હતા.આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં અગ્રણી સુરેશભાઈ માસ્તર, જિલ્લાં આયુર્વેદ અધિકારી મિલનભાઈ દસોંદી, સુરત રાણા સમાજના પ્રમુખ નવીનભાઈ જરીવાલા, અખિલ ભારત રાણા સમાજના મહામંત્રી નવીનભાઈ ચપડિયા, રાણા સમાજ- મહિલા ફોરમનાં પ્રમુખ ચંપાકલીબેન જરીવાલા, યુવા રાણા સમાજ-સુરતના પ્રમુખ અનયભાઈ જરીવાલા, મહામંત્રી વિજયભાઈ જરીવાલા (એડવોકેટ), અન્ન સહાય કન્વીનર ગણેશભાઈ રાણા, ધ્રુવભાઈ દાળવાળા તથા મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો હતો.
રીપોટર
હષૅ પાનવાલા
સુરત