Nirmal Kutch
Breaking News
Breaking News અપરાધ કચ્છ ગુજરાત

ગેર કાયદેસર રીતે પેટ્રોલીયમ પ્રવાહી ( બાયો ડીઝલ ) કિ.રૂા .૩૭,૭૧,૦૦૦ / -નાં મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ.

ગેર કાયદેસર રીતે પેટ્રોલીયમ પ્રવાહી ( બાયો ડીઝલ ) કિ.રૂા .૩૭,૭૧,૦૦૦ / -નાં મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી સરહદી રેન્જ – ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ – કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા મિલ્કત સંબધી / શરીર સંબધી ગુનાઓ અટકાવવા તથા તેમજ ગેર કાયદેસર રીતે થતા પેટ્રોલીયમ પ્રવાહી ( બાયો ડીઝલ ) ટ્રાન્સપોર્ટેશનનાં મોટા વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગ કરતા હોય તેવા ઇસમો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ – અંજાર તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ બી – ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓની બાતમી હકિકત આધારે ગાંધીધામ તાલુકાનાં પડાણા ગામની સીમ બાલાજી હોટલ પાસે આવેલ એન.ટી.સી. સપ્લાય ચેઇન સોલ્યુસન પ્રા.લી.નાં ટેન્કર વાહનો પાર્કીંગનાં વાડામાં ટેન્કરમાંથી અન્ય વાહનમાં ઈંધણ તરીકે ઉપયોગ કરતા પેટ્રોલીયમ પ્રવાહી ( બાયો ડીઝલ ) નાં મોટા જથ્થા સાથે નિચે મુજબના આરોપીઓને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ ( ૧ ) દિપ અતુલભાઈ ભડાણીયા ઉ.વ .૨૮ ૨હેવાશી નવકાર ગ્રીન સોસાયટી સીણાય તા ગાંધીધામ . ( ૨ ) સમીર અહેમદભાઇ મનસુરી ઉ.વ .૪૪ ૨હેવાશી ભારત નગ૨ જય જોગણી સોસાયટી ગાંધીધામ.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત ( ૧ ) પેટ્રોલીયમ પ્રવાહી ( બાયોડીઝલ ) લીટર ૧૭,૫૦૦ કિ.રૂા .૧૦,૫૦,૦૦૦ / ( ૨ ) ટેન્કર વાહન નં- NL – 01 – AA – 8274 કિ.રૂા .૨૦,૦૦,૦૦૦ / ( ૩ ) નંબર વગરનુ ટેન્કર ( ટાંકો ) કિ.રૂા .૩,૦૦,૦૦૦/ ( ૪ ) કેબીન વગરનુ ટેન્કર નંબ ૨ HR – 55 — R – 1285 કિ.રૂા .૩,૦૦,૦૦૦ / ( ૫ ) EAST – MAN કંપનીનુ મીટર પંપ ( મશીન ) કિ.રૂા .૧,૦૦,૦૦૦ / ( ૬ ) મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂા .૧૦,૦૦૦ / ( ૭ ) કનેકશન પાઇ૫ નંગ -૧ કિ.રૂા .૧,૦૦૦ / એમ કુલ્લ કિ.રૂ .૩૭,૭૧,૦૦૦ /

આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સપેક્ટર પી.એન.ઝીંઝુવાડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Related posts

મેલેરિયા વિરોધી જુન માસની ઉજવણી અંતર્ગત …મુન્દ્રા તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા ઠેર ઠેર નિદાન કેમ્પો યોજાયા.

nirmalkutch

રાધનપુર પો. સ્ટે. વિસ્તારમાંથી અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને શોધી કાઢતી અંજાર પોલીસ.

nirmalkutch

અંજારમાં ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી અને ભીમ ડાયરાનો આયોજન કરવામાં આવ્યું.

nirmalkutch

Leave a Comment