Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત રમત ગમત

નખત્રાણાના મોરગર(યક્ષ) ગામે સ્વ.રાજુભા રાઠોડના સ્મરાણર્થે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

નખત્રાણાના મોરગર(યક્ષ) ગામે સ્વ.રાજુભા રાઠોડના સ્મરાણર્થે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

નાના એવા ગામમાં ક્ષત્રિય,રબારી તેમજ દલિત સમાજના યુવાનો દ્વારા આ આયોજન કરી એક ઉદાહરણ પુરૂ પાડયુ.

આણંદપર(યક્ષ) તા.૨૪/૬/૨૨

નખત્રાણા તાલુકાના મોરગર(યક્ષ) મધ્યે સ્વ.રાજુભા રાઠોડના સ્મરણાર્થે તા.૧૯/૬/૨૨ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ક્ષત્રિય સમાજ,રબારી સમાજ તેમજ દલિત સમાજના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામની દરેક સમાજના લોકોએ સાથ સહકાર આપ્યો હતો.નાના એવા ગામમાં દરેક સમાજના યુવાનોએ એક સંપ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરી એક અનોખું ઉદાહરણ આપી સ્વ.રાજુભા રાઠોડને સાચી શ્રધાંજલિ આપી હતી.

આ ટુર્નામેન્ટમાં જય દાદા ઈલેવન, જય નાગેશ્વરીમાં ઈલેવન,જય ખેતરપાળ દાદા ઈલેવન,જય ખીમજમાં ઈલેવન તેમજ જય લાખીયારજી દાદા ઈલેવન એમ પાંચ ટીમોએ ભાગ લીધો હતો.આ મેચ પાંચ ઓવરની હતી.સવારથી મોરગર ગામ નજીક આવેલા ગ્રાઉન્ડમાં દરેક સમાજના યુવાનો સાથે વડીલો પણ આ ટુર્નામેન્ટ જોવા આવ્યાં હતા.મોરગરના અને ધંધાર્થે ગાંધીધામ,મુન્દ્રા,માધાપર,કુકમા,માનકુવા સહીતના ગામોમાંથી યુવાનો રમવા માટે તેમજ વડીલો પ્રોત્સાહન આપવા આવ્યા હતા.

આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ ખીમજ કૃપા ઈલેવન ટીમે પાંચ અવરમાં ૬૭ રન બનાવ્યા હતા.જેની સામે રનર્સ ટીમ લાખીયારજી દાદા ઈલેવન ટીમે ૪૨ રન બનાવતા ખીમજ કૃપા ઈલેવન ટીમે ૨૫ રને વિજય હાંસિલ કર્યો હતો.આ ટુર્નામેન્ટમાં મેં ઓફ ધ સિરીઝ પરેશ વિગોરા,બેસ્ટ બોલર દિગવિજયસિંહ જાડેજા,બેસ્ટ બેસ્ટમેન દોલતસિંહ રાઠોડ રહ્યા હતા.કોમેટર તરીકે ભમરસિંહ રાઠોડ તેમજ અમ્પાયર તરીકે લાખુભા રાઠોડ તેમજ દશરથસિંહ રાઠોડે સેવા આપી હતી.

આ ટુર્નામેન્ટમાં આયોજક તરીકે રણજીતસિંહ જાડેજા,હિમતસિંહ રાઠોડ,દાનુભા જાડેજા,નરેન્દ્રસિંહ રાઠોડ,પ્રવીણસિંહ રાઠોડ,નરપતસિંહ જાડેજા,મહિપતસિંહ જાડેજા,ખેંગારજી રાઠોડ,દોલતસિંહ રાઠોડ,ભમરસિંહ રાઠોડ,કરણાભાઈ રબારી,નિર્ભયરાજસિંહ જાડેજા,જ્યેન્દ્રસિંહ જાડેજા,દલપતસિંહ જાડેજા,રાજુભા રાઠોડ,ગોપાલજી જાડેજા,સંગ્રામસિંહ રાઠોડ,હરિસંગજી જાડેજા,બુધુભા રાઠો સહિતના હાજર રહી આયોજન કરી જહેમત ઉઠાવી હતી.

Related posts

ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા: હારીજના વાંસા ગામમાં દિવેલાના પાકમાં ઇયળોનો ઉપદ્રવ, ખેડૂતોના પાકને મોટુ નુકસાન થઇ શકે

cradmin

લખપત તાલુકાના ઉમરસર ખાતે આવેલી જી.એમ.ડી.સી.લીગ નાઈટ માઇન્સ મા વર્કરો નું થતું શોષણ.

nirmalkutch

સમગ્ર એશિયા નો સૌ પ્રથમ એવોર્ડ એનાયત કરી સ્ટર્લિંગ હોસ્પિટલનું સન્માન કરાયું.

nirmalkutch

Leave a Comment