Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

વિથોણ ગામે જીવદયા સમિતિ દ્વારા પશુઓમાં લંપી વાયરસને નાથવા સતત ચોવીસ કલાલ સેવા ચાલુ.

વિથોણ ગામે જીવદયા સમિતિ દ્વારા પશુઓમાં લંપી વાયરસને નાથવા સતત ચોવીસ કલાલ સેવા ચાલુ.

*આ સેવા કાર્યમાં નખત્રાણા પશુ દવાખાનાના સ્ટાફ દ્વારા પૂરેપૂરો સહયોગ આપવામાં આવી રહ્યો છે.*

આણંદપર(યક્ષ)તા.૨૫/૬/૨૨
કોરોનો કાળ દરમ્યાન જેવી હાલત લોકોની થઈ હતી.એવી જ હાલત હાલ પશુઓ(ગાય)માં લંપી જેવા રોગના કારણે જોવા મળી રહી છે.જેમ કોરોનામાં મણસોના મૃત્યુ થતા હતા.તેમ હાલ પશુઓમાં આવેલ લંપી રોગના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે.પશુઓ એક અબોલ જીવ છે.જેથી કરીને આવા લંપી જેવા રોગથી બચાવવા પશુ આરોગ્ય કેન્દ્ર,જીવદયા સંસ્થા કે ગૌ સેવા જેવી અનેક સંસ્થાઓ આગળ આવી છે.

આવા લંપી જેવા ખતરનાક રોગથી પશુઓને બચાવવા રાત-દિવસ એક કરી રહી છે.
એવી જ રીતે નખત્રાણા તાલુકાના વિથોણ ગામે જીવદયા સમિતિ દ્વારા હાલમાં કચ્છ જિલ્લામાં ગૌ માતા માટે કોરોના જેવી જ વિકટ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે.લંપી વાયરસનો અબોલા ઉપર પ્રહાર કર્યો છે.જેની સામે વિથોણ જીવદયા સમિતી ધ્વારા સારવાર માટે હેલ્પલાઈન શરૂ કરી પશુ ડોક્ટર સાથે ૨૪ કલાક ઈમરજન્સી સારવાર આપી વાયરસ સામે બાહો ચડાવી છે.

છેલ્લા ૫દિવસ થી નોનસ્ટોપ સારવાર ચાલુ રાખી છે.હાલ આ સમિતિ બપોરના ધોમધખતા બપોરના ૪૫ ડિગ્રીથી પણ ઉપર ગરમીમાં પણ જંગલમાં ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.બપોરનો ધોમ ધખતો તાપ હોય કે રાત્રીના દોઢ વાગ્યાનું સુમસામ અંધારૂ હોય પણ આ સમિતિ સતત ચોવીસ કલાક પશુઓની સેવા કરી રહિ છે.અને કહે છે.જીતશુ અમે હરાવશુ લંપીને.

આ બાબતે જીવદયાના પ્રમુખ શાંતીલાલ નાયાણીએ જણાવ્યું હતું કે ગાયોમાં લંપી જેવા રોગનું આગમન થવાથી અમારી ૨૧ લોકોની સમિતિ છે.જેમાં પ્રમુખ શાંતિલાલ નાયાણી, ઉપ પ્રમુખ કાંતિલાલ મિસ્ત્રી,મંત્રી નરૂભા જાડેજા-દર્શન સોની,ખજાનચી ભરતભાઈ લીંબાણી-હિતેશ દરજી સહિત પંદર કારોબારીના સભ્યો સાથે કુલ-૨૧ જણની ટીમ બનાવેલ છે.

જે સતત ચોવીસ કલાલ સેવામાં જોડાયેલી રહે છે.શાંતિલાલે જણાવ્યું હતું કે વિથોણ જીવદયા મંડળ દ્વારા વિથોણ ગામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જે બચત થઈ છે.તે હાલ ગાયોમાં આવેલ લંપી રોગના સારવાર માટે ઉપયોગમાં લઈએ છીએ તેમજ આ સેવા કાર્યમાં નખત્રાણા પશુ દવાખાનાના સ્ટાફ તરફથી પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે.આમ આ સમિતિ આ સ્ટાફની કામગીરીની કદર કરી રહી છે.આ રોગ આ કચ્છમાં દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે.

Related posts

અંજાર તાલુકાના ગામ મેઘપર બોરીચી (કુંભારડી) ના પૂર્વ સરપંચ અને હાલના સરપંચ ના પતી ની ખુલ્લેઆમ દાદાગીરી આવીસામે.

nirmalkutch

કરછ જીલ્લા માં ગૌવંશમાં લમ્પિ રોગ ખૂબ જ ફેલાઈ ગયો છે મેઘપર બોરીચી ગામમા પણ કેશો આવેલા છેગુજરાત સરકાર ના માજી મંત્રી અને અંજાર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી વાસણભાઇ આહિર સાહેબ મેઘપર બોરીચી ની રુબરુ મુલાકાત લીધી હતી

nirmalkutch

ગાંધીધામ “ એ ” ડીવીઝન વિસ્તારમાંથી વિદેશી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ , પુર્વ -કચ્છ ગાંધીધામ.

nirmalkutch

Leave a Comment