Nirmal Kutch
Breaking News
Breaking News અપરાધ કચ્છ ગુજરાત

સામખિયાળી ગામે બાવળની ઝાડીમાંથી મૃત બાળકીનું ભૃણ મળી આવતાં ચકચાર.

સમગ્ર ગુજરાતમાં હાલ યુવાનો ની અકાળે પ્રેમ પ્રકરણ માં અવતરતા બાળકોની ભૃણ હત્યા ના બનાવો ચિંતાજનક સામખિયાળી ગામની ઘટના એ ઉદાહરણ

સામખિયાળી ગામે બાવળની ઝાડીમાંથી મૃત બાળકીનું ભૃણ મળી આવતાં ચકચાર

સામખિયાળી આજના સોશિયલ મીડિયાના સમયમાં યુવાધન પોતાને શું કરવાનું છે તે ભૂલી ગયા છે , મા – બાપ પણ તેમના સંતાનો કયા રસ્તે જઈ રહ્યા છે તેની દરકાર પણ લેતા નથી , પરિણામે દીકરી ન કરવાનું કરી બેસે છે . આવી જ એક માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં આવતા સામખીયાળીમાં આજે શનિવારે એક મૃત બાળકીનું ભૃણ અવાવરું ઝાડીમા ભ્રૂણ મૃતદેહને ફેંકી દેવાયેલો મળી આવ્યો સામખિયાળીમાં સવારે મહેસાણા નગરની પાછળના ક્રિકેટના મેદાનમાં બાળકો ક્રિકેટ રમવા ગયા , ત્યાંરે છોકરાઓને અવાવરું બાવળની ઝાડીમાં ભ્રૂણ મૃતદેહ જોવા મળ્યો હતો

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા પોતાનું કુકર્મ છુપાવવા બાળકીને ફેંકી જવામાં આવી હશે .ત્યારે આવા ઈસમો અને તેઓને મદદરૂપ થનાર શખ્સોને ઝડપી પાડી પોલીસ તંત્ર દ્વારા કડકમાં કડક કલમો તળે ગુન્હો દાખલ કરવામાં આવે તેવી સ્થાનીક લોક માંગ ઉઠી રહી.

Related posts

સમગ્ર એશિયા નો સૌ પ્રથમ એવોર્ડ એનાયત કરી સ્ટર્લિંગ હોસ્પિટલનું સન્માન કરાયું.

nirmalkutch

તળાજાના બોરડા ગામ ખેડૂતો માટે સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા સિંચાઈ માટે નહેરની માગણી કરવામાં આવી

nirmalkutch

અંજાર તાલુકાના ખેડોઈ ગામે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શ્રી ખેડોઈ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય પ્રફુલભાઈ કોટકનો આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

nirmalkutch

Leave a Comment