Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

વિથોણ-દેવપર(યક્ષ) રોડ નવીનીકરણના બદલે ખાડા પુરાતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી.

વિથોણ-દેવપર(યક્ષ) રોડ નવીનીકરણના બદલે ખાડા પુરાતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી.

*બે મહિના અગાઉ વિથોણ ખાતે ફોરલાઈન રોડના ખાત મુહુર્ત વખતે આ રોડને નવીનીકરણ કરવા વાયદો કર્યો હતો.*

આણંદપર(યક્ષ)તા.૨૬/૬/૨૨

નખત્રાણા તાલુકાના વિથોણ ગામથી દેવપર તેમજ ધાવડા તેમજ વિથોણ ગામથી લઈનેઆણંદસર,મોરજર,ભડલી,લક્ષ્મીપર,કલ્યાણપર,આણંદસરથી ભુજ-નખત્રાણા હાઈવેને જોડતા આ રોડનું કામ ૧૨૦૧૮ની સાલમાં કરવામાં આવ્યું હતું.જે આ રોડનું કામ તકલાદી થવાના કારણે એકજ વર્ષમાં રોડની હાલત ખરાબ થઈ ગઈ હતી.

આમ દિવસેને દિવસે રોડની હાલત અતિ ગંભીર થતા નાના વાહનચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બનતા હતા.કયારેક આ અકસ્માતો જીવલેણ સાબિત થતા હતા.આ બાબતે અવારનવાર તંત્ર તેમજ આ વિસ્તારમાં ચૂંટાયેલા પદાધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.

વિથોણ ખેતાબાપા સ્થાનકથી ખેતાબાપા હાઈસ્કૂલ સુધી ફોર લાઈન માટે સિધ્ધાતિક મજુરી ૨૦૧૮ની સાલમાં મળી હતી.આ રોડને ફોરલાઈન માટેની ત્રણ કરોડ એસી લાખની ગ્રાંટ તા.૧૦/૬/૨૧ના રોજ રાજય સરકાર દ્વારા મંજુર કરવામાં આવી હતી.જેનું ખાત મુહૂર્ત આઝાદીના અમૃત મહોત્સવ પર્વ અંતર્ગત ગુજરાત સરકાર અને માર્ગ મકાન રાજય વિભાગ દ્વારા તા.૨૨/૪/૨૨ના આ ફોરલાઈન રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

તેમાં ભાજપનું મોવડીઓ પણ હાજર હતા.આ ખાત મુહૂર્ત પ્રસંગે તંત્ર દ્વારા તેમજ ભાજપના પદાધિકારીઓ દ્વારા વિથોણ ગામની આજુબાજુના રોડનું નવીનીકરણ બે મહિના કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આમ આ રોડના નવીનીકરણના વાયદાને બે મહિના પુરા થયા અને આ વાયદો પુરો કર્યો જેમાં રોડનું નવીનીકરણ ના થયું પણ આમ પ્રજાને મૂર્ખ બનાવી રોડપરના રહેલા ખાડાઓ પુરવામાં આવ્યા.અને પોતે કરેલા વાયદાઓ પુરા કર્યા.રોડપર ખાડાનું પુરણ કરવામાં આવતા એક ગામના આગેવાને અખબારમાં આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આના પરથી કઈ શકાય કે રોડની હાલત કેટલી ગંભીર હશે.તંત્ર દ્વારા આ રોડ પર ગાબડા પુરવામાં પણ લીપાપોતી કરી છે.આમ વાહન ચાલકો માટે એજ પરિસ્થિતિ ઉભી રહી છે.આમ આ ખાડા પુરવાના બદલે રોડનું નવીનીકરણ થવું જોઈએ તેવી વાહનચાલકોની માંગણી છે.

આ ગામનો મોટું હોવાથી ધંધાકીય ક્ષેત્રે આગળ છે.આજુબાજુના ગામ લોકો ખરીદી કરવા તેમજ અહીં ખેતાબાપા સ્થાનક આવેલું છે.જે વિશ્વમાં પ્રખ્યાત હોવાથી લોકો અહીં આવે છે.આ વિથોણ સીટ પરથી તાલુકા પંચાયતના પ્રમુખ,તેમજ જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન પણ આ સીટ પરથી જીત્યા છે.તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પણ આ ગામના છે.છતા પણ આ ગામ અમુક સુવિધાઓથી વંચિત છે.જેથી લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે.તેવુ વિથોણ ગામના હનીફ રાજાએ જણાવ્યુ હતું.

Related posts

કચ્છના પશુધનને બચાવવા બન્ની વિસ્તારનાં માલધારી -પશુપાલકોને ઘાસચારો પુરો પાડવા બાબતે અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે તાકીદે બેઠક બોલાવી.

nirmalkutch

રાધનપુર પો. સ્ટે. વિસ્તારમાંથી અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને શોધી કાઢતી અંજાર પોલીસ.

nirmalkutch

પ્રાઈવેટ સ્કૂલની ફિ વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી દ્વારા અપાયું આવેદન પત્ર.

nirmalkutch

Leave a Comment