Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે કચ્છ જિલ્લાના અંજાર ખાતે નિર્માણાધિન વીર બાળ સ્મારકની મુલાકાત લીધી.

રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે કચ્છ જિલ્લાના અંજાર ખાતે નિર્માણાધિન વીર બાળ સ્મારકની મુલાકાત લીધી હતી.

આ તકે પૂર્વ રાજ્ય મંત્રી અને અંજાર ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિરે પણ મુખ્ય સચિવશ્રીની સાથે સ્મારકના નિમાર્ણકાર્યની સમીક્ષા કરી હતી.

મુખ્ય સચિવશ્રીએ સ્મારકના દરેક વિભાગની મુલાકાત લઈને કેટલું કાર્ય પૂર્ણ થયું છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૬, જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા વિનાશક ભૂકંપમાં એક રેલી દરમિયાન બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ કર્મચારીઓનું કરુણ મૃત્યુ થયું હતું. આમ, આ સ્મારક કુલ ૧૮૫ બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ કર્મચારીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે.

મુખ્ય સચિવશ્રીએ સ્મારકનું કાર્ય વહેલીતકે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

બાળકોની સ્મૃતિમાં મોન્યુમેન્ટ બિલ્ડીંગ પણ તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત, સિમ્યુલેટરની મદદથી ભૂકંપની અનુભૂતિ થઈ શકે એવો કક્ષ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઓડોટોરિયમ, ગાર્ડન, મ્યૂઝિયમ, કેન્ટીન બિલ્ડીંગ જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથે રૂ.૧૫ કરોડના ખર્ચે આ સ્મારક આકાર લઈ રહ્યું છે.

આ તકે જિલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડી.કે, અંજાર પ્રાંત અધિકારી શ્રી મેહુલ દેસાઈ, નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા, માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર શ્રી વી.એન.વાઘેલા, અંજાર મામલતદાર શ્રી અફઝલ મંડોરી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પ્રગતિશીલ ખેડૂત: અમરેલીના નાના આંકડિયામાં ખેડૂતે મરચાંનું બમ્પર ઉત્પાદન કર્યું, એક વિઘે દોઢ લાખ રૂપિયાની આવક

cradmin

મોજીલા મોરબી ના આંગણે સ્વ રમેશ મહેતા શ્રધ્ધાંજલિ અને કલાકારોને એવોર્ડ અર્પણ ક્રાર્યક્રમ યોજઓ.

nirmalkutch

પોકેટ કોપની મદદથી અંજાર પો.સ્ટે. ચોરી થયેલ મોટર સાઈકલને શોધી કાઢતી ભચાઉ પોલીસ.

nirmalkutch

Leave a Comment