Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

મુંદરા લોહાણા મહાજન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું.

મુંદરા લોહાણા મહાજન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

મુંદરા, તા.2: લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે પ્રોત્સાહિત કરવાના શુભ હેતુસર અષાઢી બીજના કડવા પાટીદાર સમાજવાડી મુંદરા ખાતે લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

મહાજનના પૂર્વ પ્રમુખ કપિલભાઈ કેસરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાની સાથે નવી મહાજનવાડીનું સપનું સાકાર થવાની ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે પ્રવીણભાઈ ગણાત્રાએ કન્યા કેળવણી પર ભાર મુકવાની હિમાયત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
લોહાણા મહાજનના પ્રમુખ કિશોરભાઈ ચોથાણીએ સૌના સાથની વાત કરીને સૌનું ઉમળકાભેર હાર્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે ઉપપ્રમુખ હરેશભાઈ પીપરાણીએ જૂની મહાજનવાડીના નવીનીકરણ અંગેની તૈયારી ચાલી રહી છે એની માહિતી આપી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે બાલમંદિરથી કોલેજ સુધી ઉચ્ચ ક્રમાંકે ઉર્તિણ થનાર તેજસ્વી તારલાઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત બી. એ. માં કચ્છમાં પ્રથમ ક્રમાંક મેળવનાર તિતિક્ષા પ્રકાશભાઈ ઠકકર સહિત અલગ અલગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરનારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. દરેક કાર્યક્રમમાં મહત્વનું યોગદાન આપવા બદલ હર્ષદભાઈ અનમનું લોહાણા મહાજન દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉર્વીબેન ચોથાણી અને કુલદીપભાઈ ચોથાણીએ કર્યું હતું. ઈનામ વિતરણની સમગ્ર વ્યવસ્થા લોહાણા યુવક મંડળના હોદેદારોએ સંભાળી હતી. આભારવિધિ હેતલબેન જીગરભાઈ ચોથાણી કરી હતી. મહાઆરતી બાદ સમૂહપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.

Related posts

સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)ના હસ્તે અંજાર એપીએમસીના ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં ‘ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી હોલ’નું નામકરણ કરાયું.

nirmalkutch

લખપત તાલુકાના ઉમરસર ખાતે આવેલી જી.એમ.ડી.સી.લીગ નાઈટ માઇન્સ મા વર્કરો નું થતું શોષણ.

nirmalkutch

કચ્છના તોરણ સફેદરણ ખાતે આજરોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

nirmalkutch

Leave a Comment