Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

કચ્છ જિલ્લા માં ચાલી રહેલ આર.ટી.ઓ કચેરી અને આઇ.ટી.આઇ કચેરી ની બેદરકારી ને કારણે જીલ્લા ના અનેક અરજદારો ને પડતી મુશ્કેલીઓ.

 

જય ભારત સાથે જણાવવાનું કે કચ્છ જિલ્લામાં હાલ આર.ટી. ઓ કચેરી અને આઇ.ટી.આઇ કચેરી ના કારણે ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે અરજદારો ને ખુબજ હાલાકી ભોગવવી પડે છે હાલ ઓનલાઈન અરજી કરી અને લરનીગ લાઇસન્સ કઢાવવા માટે ની પરીક્ષા નો સ્લોટ લેવામાં આવે છે

જે સ્લોટ ગાંધીનગર થી આપવામાં આવે છે જેને ખરેખર આયા લોકલ પરિસ્થિતિ થી વાકેફ નથી જેના લીધે અરજદાર ખુબજ પરેશાન થાય છે એવોજ એક દાખલો અમારા અંજાર તાલુકા કોંગ્રેસ ના આગેવાન શ્રી વિક્રમભાઈ છાગા ની સુપુત્રી નું લાઈન્સન્સ માટે ની ઓનલાઈન અરજી કરેલ હતી જેની એપોઈમેન્ટ આજે સાંજે ૪:૩૦ કલાકે અંજાર આઇ.ટી.આઇ ની મળેલ હતી જેથી તે પોતાની સુપુત્રી ને લઇ અંજાર આઇ.ટી.આઇ લઇ ને આવ્યા હતા પરીક્ષા આપવા માટે જયારે તેઓ આઇ.ટી.આઇ ખાતે આવ્યા ત્યારે આઇ.ટી.આઇ ના કર્મચારી સાગરભાઈ ચુડાસમા દ્વારા એમ કહેવા માં આવેલ હતું કે હાલ પરીક્ષા લેવાનું બંધ છે

સોમવારે આવજો તો વિક્રમભાઈ દ્વારા પૂછવા માં આવેલ કે શા માટે હાલ પરીક્ષા લેવાનું બંધ છે ત્યારે જાણવા મળ્યું છે કે તે કચેરી માં તારીખ ૧૨-૦૭-૨૦૨૨ થીજ નેટ બંધ છે અને હજી પણ ૧૬-૦૭-૨૦૨૨ સુધી રહેશે તેવું જણાવેલ તો વિક્રમભાઈ દ્વારા કહેવા માં આવ્યું હતું કે જો ૧૨ તારીખે થી આયા નેટ નથી તો અમને ૧૪ તારીખે કેમ એપોઈમેન્ટ આપવા માં આવી આયા ની ત્યારે કર્મચારી દ્વારા એમને કહેવાયું કે એ તમે આર.ટી.ઓ માં તપાસ કરાવો અમે તો ૧૨ તારીખે ફરિયાદ લખાવી નાખી છે

એટલે આપ આર.ટી.ઓ માં ફરિયાદ કરો માટે અમારા દ્વારા આર.ટી.ઓ સાહેબ શ્રી વી.આર.ચોધરી ને ફોન દ્વારા ફરિયાદ કરેલ ત્યારે ચોધરી સાહેબ દ્વારા અમાને જણાવવા માં આવેલ હતું કે આ બાબતે આ.ટી.ઓ કચેરી નો કોઈ રોલ નથી જેથી અમારા દ્વારા આઇ.ટી.આઇ કચેરી માં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સાહેબ પાસે થી લેખિત માં જવાબ લેવા માં આવ્યો હતો આ સમયે અંજાર નગરપાલિકા ના વિરોધપક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજા અંજાર શહેર કોંગ્રેસ ના ઉપ પ્રમુખ શ્રી અકબરશા શેખ તથા અંજાર તાલુકા કોંગ્રેસ ના આગેવાન શ્રી વિક્રમભાઈ છાગા વગેરે એ લોકો ને થતી આ હાલાકી બંધ કરો નહીતો અમારા દ્વારા તમામ કચેરી ના તાડા બંધી કરવા માં આવશે તેવું જણાવેલું

Related posts

ગેર કાયદેસર રીતે પેટ્રોલીયમ પ્રવાહી ( બાયો ડીઝલ ) કિ.રૂા .૩૭,૭૧,૦૦૦ / -નાં મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ.

nirmalkutch

અંજારમાં શ્રી મામૈદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ હર્ષોલ્લાસ ધામધુમથી ઉજવાયો

nirmalkutch

અમરેલી કોરોના LIVE: જિલ્લામાં ગુરુવારે નવા 30 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 238 પર પહોંચ્યો

cradmin

Leave a Comment