🙏🏻ખેડોઈ ગામે વ્રત ધારી બેહેનો ના સન્માન.🙏🏻
આજરોજ અંજાર તાલુકાના ખેડોઈ ગામે મહેશ્વરી સમાજના બહેનોના ગૌરીવ્રતના વધામણા કરવામાં આવ્યા હતા અને ગૌરી વ્રત કરનાર બહેનોનું સાલ અને સ્મૃતિચિનહ થી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મનુભા જખુભા, મોડજીભા, માવુભા, દિગુભા ટિલાટ શામજીભાઈ મહેશ્વરી બીજલભાઇ મહેશ્વરી નારાયણભાઈ મહેશ્વરી કાનજીભાઈ મહેશ્વરી જયેન્દ્રસિંહ,નરેન્દ્રસિંહ, હરપાલસિંહ, ઈશ્વરભાઈ મહેશ્વરી ઓમદેવસિહ ,રમેશભાઈ આહીર, વગેરે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આ સમાજની અંદર મામૈદેવ,માતંગદેવ,સંત મેઘમાયા,સંત રોહીદાસ,સંત સવૈયાનાથ, સંત જોધલપીર અને હાલના જ વેલજી મતિયા દાદા જેવા અનેક લોકોએ સમયઅંતરે અવતાર લઈ દરેક સમાજને સમાજ સાથે જોડતા રહ્યા છે.
આ પ્રસંગે ગામના ઉપસરપંચ જીતુભાએ જણાવ્યું હતું કે આ વ્રત કઠિન વ્રત છે વ્રત કરનાર બહેનોને વંદન અને એક પ્રાર્થના કે આ વ્રતનું ફળ સમાજની સાથે ગૌમાતાને અર્પણ કરે જેથી કરી જે લંપી વાયરસ નામનો રોગ આવેલ છે
તે ઝડપથી જતો રહે તેમજ દરેક સમાજ એકબીજા સાથે હળી મળીને રહે. ખાસ કરીને ખેડોઈ ગામ ક્ષત્રિયનું ગામ છે અને મહેશ્વરી સમાજનું ક્ષત્રિય સાથે પહેલેથી જ સારા વ્યવહાર રહ્યા છે.
તેમાં જામ અબડાજી ની સાથે કે રા બાવાની વિનંતીથી ચારે સંતાનોને માતંગ દેવે ભાગલા પાડી આપ્યા હતા અને આજ પણ જામ કે તિલાટ ની પાઘડી પહેરાવવામાં આવે ત્યારે સૌ પ્રથમ માતંગ દેવ તિલક કરે આવા અનેક ઉદાહરણો જોવા મળે છે.
કાર્યક્રમનુ સંચાલન જીતુભા એ કર્યુ હતુ. જ્યારે આભાર વિધિ ઈશ્વરભાઈ મહેશ્વરીએ કરી હતી.