શ્રાવણ મહિનો એટલે હિન્દૂ ધર્મ પવિત્ર માસ હર હર મહાદેવ તેમજ ૐ નમઃ સિવાય ના મંત્રોચાર થી દરેક શિવાલય ગુંજી ઉઠે છે.
શ્રાવણ મહિના દરમિયાન સૌ કોઈ શિવ ભક્તિ માં લિન લઇ ભગવાન શ્રી ભોળાનાથ ની પૂજા કરે છે તેમજ દહીં દૂધ અને જલાભિષેક કરી મહાદેવની પૂજા અર્ચના કરી ધયન્યતા અનુભવે છે.
ત્યારે શ્રાવણ મહિના ના બીજા સોમવારે ભગવાન શિવ શંકર રુદ્રી પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં લુણવા ગામના સેવા ભાવિ યુવાનો એ રુદ્રી પ્રસાદ લાડુ બનાવ્યા હતા.
જુના લુણવા મધ્યે પૌરાણિક મંદિર નર્મદેશ્વર મહાદેવના પ્રાંગણ માં રુદ્રી પ્રસાદ બનાવામાં આવ્યો હતો. હાલ જ્યારે સમગ્ર કચ્છ અને ગુજરાત માં લમ્પી વાયરસ ના કારણે અને ગૌ માતા ના મૃત્યુ થયા છે
ત્યારે આજના દિવસે ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના કરવામાં આવી હતી કે આ ભયાનક લમ્પી વાયરસ દૂર થાય અને સૌ ગૌ માતા સ્વસ્થ રહે. આ રુદ્રી પ્રસાદ લુણવા ગામના પત્રકાર દિપકભાઈ આહીર તરફથી કરવામાં આવ્યો હતો.
જેમાં ગામ યુવા મિત્રો પધાર્યા હતા.પ્રસાદ કાર્યમાં કામ કરનારા આહીર યુવા મંડળ ગ્રુપ નું આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.