સુરતમાં અલગ અલગ જગ્યાએ મોંઘી કાર લઈને ચોરી કરતાં બે ઇસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે.જ્યારે આ આરોપીઓ પાસેથી એક રિવોલ્વર પણ કબ્જે કરી અને એક મોંઘી કાર પણ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
દીલ્હી,બેંગ્લોર પંજાબ અને બિહારમાં છેલ્લાં 10 વર્ષથી જેગુઆર અને ઔડી જેવી કાર લઇ ચોરી કરતો અને વતન બિહારમાં ગરીબોને મદદ કરવાને કારણે રોબિન હુડ તરીકે પંકાયેલો ચોર ઇરફાન ઉર્ફે ઉજાલેને સુરત ક્રાઇમ બ્રાન્ચે પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો.જુલાઇ મહિનામાં તેણે ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાંથી 6.61લાખની ચોરી કર્યાની કબુલાત કરી હતી.
તેની પાસેથી એક પિસ્ટલ પણ પોલીસને મળી હતી.ગત 27મીએ ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાં દાગીના, ચાંદીનાં વાંસણો, રોકડ અને મોંઘાં બુટ સહિતની ચોરી થઇ હતી. હીરાના લેસર મશીનનાં વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીએ સીસીટીવી ચેક કરતાં આખો મામલો બહાર આવ્યો હતો તેના આધારે પોલીસે તપાસ કરી હતી.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતાં ગાર્ડન તરફથી સ્લાઇડિંગ બારીનાં કાચ ખોલી પ્રવેશતો એક યુવાન દેખાઇ આવ્યો હતો. ચોરીની ટ્રીકથી જ પોલીસ સમજી ગઇ હતી કે આ કોઇ ઠંગ ચોર છે. પોલીસે આ બંગ્લા સુધી આવતા જતાં વાહનોનાં ફૂટેજ તપાસમાં એક કાર શંકાસ્પદ જણાઇ આવી હતી.
લીંબાયતનાં મદનપુરા વિસ્તારમાં આ કાર દેખાઇ આવતાં પોલીસે કાર સાથે બિહારના સીતામઢી જિલ્લાનાં જોગીયા ગામનાં ઇરફાન ઉર્ફે ઉજાલે અખ્તર શેખ (ઉ.વ. 34) તથાં બિહારનાં જ વતની અને હાલ હૈદરાબાદમાં રહેતાં મુજમ્મીલ ગુલામરસુલ શેખને ઝડપી લીધાં હતાં. તેમની પાસેથી એક કાર ઉપરાંત ચોરી કરેલાં 2.01લાખની કિંમતનાં દાગીનાં તથા એક પિસ્ટલ અને એક કાર્ટિજ સાથે ઝડપી લીધો હતો.
2017માં ઇરફાન દીલ્હી પોલીસને હાથે ઝડપાયો હતો ત્યારે તેના કારનામાની ખબર પડી હતી. મોંઘા શોખ અને અનેક ગર્લફ્રેન્ડ રાખતાં આ ચોરે ગામમાં છોકરીઓનાં લગ્નો, આરોગ્ય કેમ્પ, ગામનાં રસ્તા રિપેર સહિતના અનેક સારો કાર્યોમાં આર્થિક મદદ કરી હોઇ તે ત્યાં રોબિન હુડ તરીકે પંકાયો હતો.
ગામનાં લોકો તેની પત્નીને જિલ્લાં પરિષદ તરીકે ચૂંટી લાવ્યાં હતા.
રીપોટર
સની મહેતા
સુરત