મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબનાઓએ મિલ્કત સબંધી ચોરી/લુંટ પ્રકારના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ
એફ.આઈ.આર નં-૧૧૯૯૩૦૧૧૨૨૦૧૧૧/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૪૭,૧૧૪ મુજબનો ગુનો તા-૨૩/૦૮/૨૦૨૨ ના ક.૨૨/૧૫ વાગ્યે જાહેર થતા આગળની તપાસ આર.આર.વસાવા પોલીસ ઈન્સ્પેક્ટર લાકડીયા પો.સ્ટેનાઓએ સંભાળી ટેકનીકલ સર્વેલન્શ અને હ્યુમન સોર્સીંસ આધારે ઝીણવટભરી રીતે તપાસ કરતા ચોરીનો માલ ખરીદનાર આરોપી જયરામ લાલાભાઈ રબારી ઉ.વ-૧૯ રહે.હાલે-સંઘવી પેટ્રોલપંપની બાજુમાં સામખીયાળી તા-ભચાઉ મુળ રહે.જામવાળા તા-સાંતલપુર પાટણ તથા ચોરી કરનાર આરોપીઓ વાલજી અરજણભાઈ આહિર ઉ.વ-૨૬ તથા પ્રવિણ ધરમશીભાઈ કોલી ઉ.વ-૨૨ રહે.બંને ઘરાણા તા-ભચાઉ કચ્છવાળાઓને ઝડપી પાડી ગુના કામે ચોરીમાં ગયેલ મુદામાલ લોખંડની કપ્લીનો જેનુ વજન ૫૧૦ કિ.ગ્રા કિ.રૂ૩૪,૦૦૦/-તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ પીકપ વાહન રજી નં-GJ-12-AV-5691 કિ.રૂ-૩,૦૦,૦૦૦/વાળુ કબ્જે ઉપરોક્ત ત્રણેય આરોપીઓને ગુના કામે અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
→ ડીટેક્ટ થયેલ ગુનો
લાકડીયા પોલીસ સ્ટેશન ગુના નં-૧૧૯૯૩૦૧૧૨૨૦૧૧૧/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૪૭,૧૧૪
> પડાયેલ આરોપીઓ
૧)જયરામ લાલાભાઈ રબારી ઉ.વ-૧૯ રહે.સામખીયાળી તા-ભચાઉ મુળ.જામવાળા તા-સાંતલપુર પાટણ
૨) વાલજી અરજણભાઈ આહિર ઉ.વ-૨૬ રહે.ઘરાણા તા-ભચાઉ કચ્છ
૩) પ્રવિણ ધરમશીભાઈ કોલી ઉ.વ-૨૨ રહે.ઘરાણા તા-ભચાઉ કચ્છ
> પકડવાનો બાકી આરોપી
ધરમશી કરશન કોલી રહે.ઘરાણા તા-ભચાઉ કચ્છ.
>કબ્જે કરેલ મુદામાલ
લોખંડની અલગ-અલગ કપ્લીનો વજન ૫૦૦ કિ.ગ્રા કિં.રૂ-૩૪,૦૦૦/ગુના કામે વપરાયેલ વાહન પીકપ નં-GJ-12-AV-5691 કિં.રૂ-૩,૦૦,૦૦૦/કુલે કિંમત રૂ.૩,૩૪,૦૦૦/
આ કામગીરી આર.આર.વસાવા પોલીસ ઈન્સ્પેક્ટર તથા પો.હેડ કોન્સ. સમિતભાઈ ડાભી
હરપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. દિપકભાઈ સોલંકી, વરજાંગભાઈ રાજપુતનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
.