Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

દિન દયાલ પોર્ટ કંડલા ના નાક નીચે ચાલતી અનેક મહિના થી માટી ચોરી કયા અધિકારી ની રહેમ નજર હેઠળ ચાલતી હતી ?

 

પૂર્વ કચ્છ માં રાજકારણીઓ ની બોલ બાલા અધિકારીઓ ને ફોન જાય એટલે અધિકારીઓ કાયદાકાનૂન ભૂલી ને રાજકારણીઓ ની આજીજી કરવા માંડે છે!

પૂર્વ કચ્છ માં મોટા ભાગે રેતી ચોરી હોય, માલબા ચોરી હોય, બોક્સાઇડ હોય, નદી માં કે પછી વરસાદી નાળા હોય આવા કેટલાય ગેર કાયદેસર કામો માં અધિકારી પ્રેસર માં જ હોય છે
કે હમણાં કોઈ રાજકારણી નો ફોન આવશે

એક્સન લેવાના બદલે લગતા વળગતા ને અદિકારીઓ ફોન કરે છે કે આ માટી ચોરી નું કામ તમારું નથી ને મારી પાસે વિડિઓ અને ફોટો આવ્યા છે, એટલે એ અધિકારી કરીનું સેટિંગ થઇ જાય અને જેને ફોટા અને વિડિઓ મુક્યા એને ધમકીઓ ચાલુ થઇ જાય આછે પૂર્વ કચ્છ ની સિસ્ટમ આમાં કેમ સામાન્ય માણસ જીવી શકે.

ગાંધીધામ માં આવેલ ડી.પી.ટી ની જમીન માં ન જાણે કેટલા મહિનાઓ થી રેતી ચોરી નો કારસ્તાન ચાલુ છે. અને અનેક મહિનાઓ થી ચાલતી આ રેતી ચોરી ન જાણે કોની મીઠી નજર હેઠળ અને ભાગીદારી માં ચાલતી હતી. ગાંધીધામ ના એક કોન્ટ્રાક્ટર વગર રજા મંજૂરી અને ડી.પી.ટી. ની જાણ બહાર રાત ના ભાગ માં જી.સી.બી અને ત્રણ ચાર ટ્રક ભરી ભરી ને આ માટી ચોરી કરવામાં આવતી હતી.

*જ્યારે આ માટી ચોરી ની જાણ ડી.પી.ટી. ના એક અધિકારી ને કરવામાં આવી તો એ જાણે કોન્ટ્રાક્ટર થી ભાગીદાર હોય એવી રીતે એ ચેરમેન ને અંધારા માં રાખી પેહલા કોન્ટ્રાક્ટર ને જાણ કરી કે બસ હવે આપડી ચોરી પકડાઈ ગઈ છે હવે બંધ કરી નાખો ના તાલે જી.સી.બી. અને ટ્રક ને ખુલા મેદાન માં રાખી દેવામાં આવ્યા હતા.

સમગ્ર વિડિઓ ફોટો અને આધાર પુરાવા સહિત ની માહિતી ડી.પી.ટી ના અધિકારીઓ ને આપવા છતાં પણ ચાર દિવસ વીતી ગયા છતાં પણ હજુ સુધી કોઈ પણ આ રેતી ચોરી કરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અને આ માટી ચોરી માં કોણ કોણ સંડોયલ છે એના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, એમ લાગી રહ્યું છે કે જાણે ડી.પી.ટી. કોઈ ને બચાવી રહ્યું છે

Related posts

વોર્ડ નં. ૧૦ ની અંદર ૫ એ પ બી ની અંદર પાણી ની ટાકો બનાવવા અંગે ગાંધીધામ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ નગરપાલિકા માં કરાઈ ઉગ્ર રજુઆત.

nirmalkutch

કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.

nirmalkutch

મુંદરા લોહાણા મહાજન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું.

nirmalkutch

Leave a Comment