Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામ દ્વારા મોડેલ યુનાઇટેડ નેશન ચેપ્ટર ૪ ની ઓપનિંગ સેરેમની યોજાઈ.

તારીખ 26 27 28 ઓગસ્ટ 2022 દરમિયાન દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામ દ્વારા મોડેલ યુનાઇટેડ નેશન ચેપ્ટર ફોર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મોડેલ યુનાઇટેડ નેશન ચેપ્ટર ફોરમાં ભારતભરમાંથી 300 થી વધારે વિદ્યાર્થીઓ 11 કમિટી 22 એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર્સ અને 32 થી વધારે ઓર્ગેનાઇઝિંગ કમિટી મેમ્બર્સ ભાગ લેવા જઈ રહ્યા છે.

તારીખ 26 ઓગસ્ટ 2022 ના રોજ પ્રભુ દર્શન હોલ આદિપુર ખાતે એમ યુ એન ચેપ્ટર ફોર ની ઓપનિંગ સેરેમની યોજાઈ, જેમાં મુખ્ય અતિથિ તરીકે બ્રિગેડિયર શ્યામ શંકર, અતિથિ વિશેષ તરીકે ગાંધીધામના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. નવીન ઠક્કર હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી. શાળાના નિર્દેશક અને કચ્છમાં મોડેલ યુનાઇટેડ નેશન નો કન્સેપ્ટ લાવનાર ડોક્ટર સુબોધ થપલીયાલ દ્વારા ઉપસ્થિત તમામ લોકોનું અભિવાદન કરવામાં આવ્યું.

મુખ્ય અતિથિ બ્રિગેડિયર શ્યામ શંકર દ્વારા જણાવવામાં આવ્યું કે ડી પી એસ ગાંધીધામ દ્વારા મોડેલ યુનાઇટેડ નેશન નો કન્સેપ્ટ ભારતની ભવિષ્યની પેઢીને ડિપ્લોમસી અને પોતાના હક માટે સજાગ બનાવશે. આજના યુવાનો ભારત અને વિશ્વને પોતાના કુટુંબ તરીકે જુએ છે અને ભારત કઈ રીતે સર્વશ્રેષ્ઠ બનાવી શકાય એવા પ્રયત્નો કરશે.

અતિથિ વિશેષ એવા ડોક્ટર નવીન ઠક્કરે જણાવ્યું કે કોવિડ સમયની અંદર સૌથી વધારે જો કોઈ નુકસાન થયું હોય તો યુવાનોના માનસ પટલ પર છે અને ડીપીએસ દ્વારા આયોજન કરવામાં આવેલ મોડેલ યુનાઇટેડ નેશન એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટેનું એક પરિબળ સાબિત થશે.

આ કોન્ફરન્સના સેક્રેટરી જનરલ મુકુંદા યાદવ ડિરેક્ટર જનરલ વિધિ જૈન ઓર્ગેનાઇઝિંગ કમિટી હેડ અંજલી મિસ્ત્રી મીડિયા હેડ કાર્તિક દત્ત શર્મા છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છઅથાક મહેનત કરી રહ્યા છે.

કાર્યક્રમના અંત ભાગમાં ડોક્ટર સુબોધ થપલિયાલ દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, વાલીગણ , પધારેલ એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર્સ, આ કાર્યક્રમના આયોજકો વગેરે તમામને અભિનંદન આપ્યા. વધુમાં તેઓએ જણાવ્યું કે ડી પી એસ માત્ર પુસ્તક જ્ઞાન સીમિત કરવા નથી માંગતી પરંતુ ભારત અને વિશ્વના વૈશ્વિક પ્રશ્નોના ઉકેલ માટે પણ ભારતની ભવિષ્યની પેઢીને તૈયાર કરે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ચેરમેન શ્રી ચંદ્રશેખર અયાચી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નકુલ આયાચીઅે શાળાના નિર્દેશક ડોક્ટર સુબોધ થપલીયાલ, ડોક્ટર રીતુ થપલીયાલ, હર્ષ ઠક્કર અને શાળાના તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીધામ શહે૨માં પુર્વ–કચ્છ જીલ્લા પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ.

nirmalkutch

પ્રાઈવેટ સ્કૂલની ફિ વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી દ્વારા અપાયું આવેદન પત્ર.

nirmalkutch

યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા 2022 પુરસ્કાર પ્રાપ્ત કરતી કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)

nirmalkutch

Leave a Comment