Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

કિડાણામાં આવેલ કિડાણા સેવન સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત.

આપના કામ બનતા ભાડ મેં જાય જનતાનો તાલ

કિડાણામાં આવેલ કિડાણા સેવન સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

પાડાના વાંકે પખાલી ને ડામ જેવી સ્થિતિ

ગાંધીધામ : કચ્છનો ભૂકંપ બાદ સારો એવો વિકાસ થયો છે ત્યારે હાલમાં ઠેર ઠેર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જુદા જુદા ડેવલોપર્સ દ્વારા મકાનો બનાવાની હોડ લાગી હોય તેમ બિલાડીના ટોપ માફક ફાટીને ફૂલેકે થયા છે.

તો અમુક તો રાતો રાતો કરોડપતિ બનાવની લ્હાયમાં ગરીબ લોકોને લૂંટી રહ્યા છે ને ચાર થી પાંચ લાખમાં નબળી ગુણવતા વાળા મકાન ઉભા કરી દસ દસ લાખમાં વેચી રહ્યા છે જેમના અમુક મકાનો એક વર્ષમાં જ ખખડવા લાગ્યા છે ત્યારે આવા ડેવલોપર્સ સામે સરકારે આકરા પગલાં લેવા જોઈએ.

હાલમાં કિડાણામાં આવેલ કિડાણા સેવન સોસાયટીની વાત કરીએ તો અહીંના લોકો પાયાની અનેક સુવિધા જેવી કે ગટર, પાણી, લાઈટ, રસ્તાથી વંચિત છે જયારે આ સોસાયટી બનાવવામાં આવી ત્યારે મોટા મોટા વાયદા કરવામાં આવ્યા અને ભોળા લોકોને છેતરી મકાન વેચવામાં આવ્યા છે ત્યારે આજે પત્રકાર દ્વારા ડેવલોપર્સના ભાગીદારોનો સંપર્ક કરાયો ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે હવે અમારી કાંઈ જવાબદારી નથી.

તો આ સોસાયટીમાં બાઉન્દ્રી, ગેટ, રોડ લાઈટ, પાણી જેવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી તો સ્ત્રીઓને પાણી ભરવા માટે ઘડા લઇને જવુ પડે છે તો ગટરો પણ ઉભરાઈ રહી છે, રોગચાડો ફેલાય તો જવાબદારી કોની? આવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે ત્યારે ડેવલોપર્સના જવાબદારોના પેટનું પાણી પણ હાલતુ નથી.

તો આવા ડેવલોપર્સ સામે સરકારે લાલ આંખ કરવી જોઈએ અને સમગ્ર મકાનની ગુણવતા તપાસી લોનની પુરી રકમ પાસ કરવી જોઈએ નહીં તો હજુ પણ પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ આવારા તત્વો લોકોને છેતરે તો નવાઈ નહીં.

Related posts

દેસલપર (ગુતલી) પી.એચ.સી.કેન્દ્ર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

nirmalkutch

ગાંધીધામ માં રાજવી ફાટક પાસે રોજ નું કમાવી રોજ ખાવા વાળા ને હટાવવા ની નોટિસો ગાંધીધામ નગરપાલિકા એ ફટકારી.

nirmalkutch

ગાંધીધામ તથા અંજાર વિસ્તારમાં કોમ્બીંગ ક૨ી દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઈસમો ૫૨ કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ, ગાંધીધામ.

nirmalkutch

Leave a Comment