Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત દેશ

GSTના પરિમાણોનીજનજાગૃતિ અંગે ભુજ ખાતે કાર્યક્રમ યોજાયો.

વિકાસ અને જરૂતમંદોમાં થતા નાણાં ફાળવણીમાં ટેક્ષનું પણ બહુમૂલ્ય-વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

દેશને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સહયોગ કરીએ- સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

GSTના પરિમાણોની જનજાગૃતિ અંગે ભુજ ખાતે કાર્યક્રમ યોજાયો.

આજરોજ સરકારી ઈજનેરી કોલેજ ખાતે GST જનજાગૃતિ કાર્યક્રમ અતર્ગત વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય જણાવ્યું હતુ કે વિકાસ માટે ટેક્ષ મહત્વપૂર્ણ છે આથી દરેકે ટેક્ષ ભરવો જોઇએ.

કેન્દ્રિય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ, ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડ્રસ્ટીઝ એસોસીએશન, કચ્છ ચેમ્બેર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝ ફેડરેશન ભુજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા GSTના પરિમાણો જનજાગૃતિ અંગે ભુજ ખાતે કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષાશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે “આજે દેશમાં વિકાસ થઇ રહ્યો છે તેમાં ટેક્ષ ભરનારનો પણ મહત્વપૂર્ણ ફાળો છે ત્યારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ એટલે કે GST ભરી દેશની વિકાસયાત્રામાં નાગરિકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જરૂરતમંદો અને વિકાસ માટે જે નાણાં ફાળવવામાં આવે છે તેમાં ટેક્ષનું પણ બહુમૂલ્ય છે. સરકારના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ GST ભરીને આપણે સૌ સાર્થક કરીએ. આ તકે તેમણે યુવાઓને સરકારી વિકાસ અને યોજનાકીય કામોથી માહિતગાર કર્યા હતા.

કચ્છ-મોરબી સાસંદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે, ““દેશને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંક્લ્પમાં સહયોગ કરીએ. ૨૦૪૭માં જ્યારે દેશ આઝાદીના ૧૦૦ વર્ષ ઉજવશે ત્યારે ભારત શક્તિશાળી હશે એ વિઝન સાથે કેન્દ્ર અને રાજય સરકારની કામગીરીનો પાયો નંખાઈ રહ્યો છે. દેશ વિશ્વ તમામ ક્ષેત્રે અગ્રેસર હશે. સંર્વાગી વિકાસના પગલે દેશ વિશ્વ નોંધનીય બન્યો છે તેમા વડાપ્રધાનશ્રીનો સિંહફાળો છે.

કેન્દ્રિય GST કચ્છ કમિશનરેટ ગાંધીધામના કમિશનરશ્રી પી.આનંદ કુમારે આ તકે જણાવ્યું હતુ કે , ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ GST છુટકખાધ સામ્રગી કે કરિયાણાં પર લાગતો નથી તેમજ બોરીમાં પણ ૩૦ કિલોથી નીચેના પેકીંગમાં GST લાગે છે. આ તકે તેમણે વિકાસ કામોમાં GSTએ આપેલ યોગદાન અંગે વિગતે માહિતી પૂરી પાડી હતી અને જણાવ્યું હતું કે નિયમિત ટેક્ષ ભરનારા સામાન્ય નાગરીકોનો ભાગ પણ ટેક્ષરૂપે વિકાસકામમાં જોડાએલો છે.

આ કાર્યક્રમમાં શ્રી અનિલભાઇ ગોર, નિખિલભાઇ ઠકકર તેમજ અગ્રણી ઉધોગપતિઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ તકે વિધાનસભા અધ્યક્ષાશ્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડાએ ઉપસ્થિતોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે શુભેચ્છાઓ પાઠવવા જણાવ્યું હતુ. આ કાર્યક્રમમાં સર્વશ્રી ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, અધ્યક્ષશ્રી નિમિષભાઇ ફડકે,પ્રમુખ સર્વશ્રી રાજેશ ભટ્ટ, અનિલભાઇ ગોર તેમજ શ્રી જીગર મકવાણા, એ.સી.માયાવંશી અને આયોજક ચારેય સંસ્થાના અગ્રણીઓ , ઉધોગપતિઓ અને યુવાઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા 2022 પુરસ્કાર પ્રાપ્ત કરતી કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)

nirmalkutch

સુરત મહાનગરપાલિકા દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2022 તરીકે ઉજવવામાં આવે છે.

nirmalkutch

સાફલ્ય ગાથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાએ બદલી વિધવાઓની જીંદગી.

nirmalkutch

Leave a Comment