Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

“કચ્છના વાગડ પંથકમાં વિજ્ઞાન જાથાએ જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું”

 

“કચ્છના વાગડ પંથકમાં વિજ્ઞાન જાથાએ જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું”

કાળીચૌદશની ગેરમાન્યતા ફગાવવા લોકોએ પ્રતિજ્ઞા લીધી.

અંધશ્રદ્ધા, વ્હેમ, ચમત્કારો, કુરિવાજે લોકોને પાયમાલી સાથે બરબાદી આપી.

સરકારી તંત્રે જાથાને દિલથી મદદ કરી. જાગૃતિનો પ્રયાસ સફળ થયો.

રાપર તાલુકામાં ઠેર ઠેર અંધવિશ્વાસ સામે રોષ જોવા મળ્યો.

કાળીચૌદશે રાત્રીના સ્મશાનની મુલાકાત કરી લોકો વિજ્ઞાન અભિગમ કેળવશે.

અમદાવાદ : કાળીચૌદશની ગેરમાન્યતા સામે જાગૃતિનું દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું હતું.

કાળીચૌદશે લોકો સ્વયંભુ સ્મશાનની મુલાકાત કરી વૈજ્ઞાનિક અભિગમ-દ્રષ્ટિકોણ કેળવશે

તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અંધશ્રદ્ધા, વ્હેમ, ચમત્કારો, કુરિવાજો, કર્મકાંડ-ક્રિયાકાંડો, ગેરમાન્યતાથી લોકોને પાયમાલી સાથે બરબાદી મળી છે તેવો સુર પ્રગટ કરવામાં આવ્યો હતો.

કાળીચૌદશ ભા૨ે કે અશુભ દિવસ નથી તેની વિજ્ઞાનની સમજ આપવામાં આવી હતી. જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જનજાગૃતિ પત્રિકાનું પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, નગરપાલિકા અને ગ્રામ્ય તથા માલી ચોકમાં વિતરણ કરતાં જણાવ્યું કે વાગડ પંથકમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ પડતું હોવાના કારણે વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી.
આ વિસ્તારમાં રોડથી અંદરના ગામોમાં વિજ્ઞાન-ટેકનોલોજી ઉપયોગ જોવા મળતો નથી. પ્રગતિ નહીંવત છે. લોકોની પરિસ્થિતિ સાવ સામાન્ય જોવા મળે છે. સરકારી લાભોથી વંચિત છે. અમુક લોકોએ રા૫ર કે ભુજ જોયું નથી તેવા નાગરિકો રૂબરૂ મળ્યા હતા. આરોગ્ય સેવામાં જાગૃતિ આવી હતી.

કુરિવાજોથી ઘેરાયેલો વિસ્તાર છે. માનસિક પછાતપણામાંથી બહાર નીકળવામાં વર્ષો લાગે તેવુ અનુભવ્યું છે. જાથાએ સમયને અનુરૂપ સમજાવવા પ્રયાસો કર્યા હતા. નિર્દોષ-ભોળા લોકોએ અપ્રીતમ લાગણી બતાવી હતી.
વાગડ પંથકને અંધશ્રદ્ધા મુક્ત કરવામાં ખાસ્સા વર્ષો પસાર કરવા પડશે તેવુ
લાગે છે. લોકચળવળથી પરિણામ આવશે. સરકારી કચેરીઓની મુલાકાત જાથાએ લીધી છે. નાગરિક હક્ક માટે વારંવાર પરિસંવાદ યોજવા પડશે.
વધુમાં પંડયાએ જણાવ્યું કે રાજકોટથી રા૫ર સુધીના રોડ ઉપર ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ પત્રિકાનું વિતરણમાં જાથાને ચોંકાવનારી ભુવા–મુજાવરો, ફકીર, તાંત્રિકોની માહિતી મળી હતી.

તેની યાદી બનાવવામાં આવી હતી. કચ્છમાં સોશ્યલ મિડીયાથી આશાનું કિરણ ઉભું થયું છે. ભાવિ પેઢીને જ્ઞાન–વિજ્ઞાનનો લાભ મળશે. કુરિવાજો એટલા છે કે અથાગ મહેનત માંગી લે છે. સુવિધા ઉભું કરવામાં તંત્ર લાચાર જોવા મળ્યું હતું. નાની ઉંમરે લગ્ન અસંખ્ય બનતા હશે તેવું પ્રાથમિક તારણ છે. નાની બાબતના પ્રશ્નોમાં ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કરે છે તેથી કુટુંબોમાં જાગૃતિ જરૂરી છે. કાળીચૌદશ સામેની જાગૃતિ પત્રિકા વિતરણમાં જાથાને વાગડ પંથકમાં કેમ કામ કરવું તે માટે ખાસ પ્રોજેકટ તૈયાર કરી વાસ્તવિક કામ કરવામાં આવશે. નિર્દોષ પ્રજાજનો માટે કામ કરવા જાથાએ નક્કી કર્યું છે.

પત્રિકાનો બહોળો લોકોએ લાભ લીધો હતો. વાગડ પંથકમાં જાથાના સદસ્ય
હુસેનભાઈ ખલીફા, દિનેશભાઈ મારવાડા, દિપ્તીબેન ઠક્કર, ઈશાર સંસ્થાના સેજલબેન જોશી, પિન્ટુભાઈ વાઘેલા, જાદુગર ગજ્જર, શિવજી કાનાભાઈ, ભક્તિબેન રાજગોર કાર્યકરો જોડાયા હતા.

Related posts

ઐતિહાસિક સ્વયંભૂ શ્રી પાતળિયા હનુમાન ખાતે સવારથી જ હજારો ભક્તોની માનવ મહેરામણ ઉમટી હતી

nirmalkutch

ગાય વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન રોગને અટકાવવા જિલ્લા પંચાયત ૧.૫૦ લાખ ડોઝ ગોટપોક્ષ વેક્સીનની ખરીદી કરશે જિલ્લા પંચાયતે વેકસીનની ખરીદી માટે સ્વભંડોળમાંથી રૂ. ૧૦ લાખની રકમ મંજુર કરી.

nirmalkutch

રાપર યોજાયેલી બેઠકમાં સમસ્ત પારકરા કોળી સમાજે શ્રી.વિરેન્દ્રસિંહ જાડેજાને ટેકો જાહેર કર્યો

nirmalkutch

Leave a Comment