.રાપર વિધાનસભાના ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં દરેક સમાજ ટેકો આપી રહ્યા છે ત્યારે આજે રાપર ખાતે પારકરા કોળી સમાજે જાહેર ટેકો આપ્યો છે
આજે રાપર યોજાયેલી બેઠકમાં સમસ્ત પારકરા કોળી સમાજે ટેકો જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા એક સ્થાનિક નેતા છે અને તેઓને સમાજ ટેકો જાહેર કરે છે અને સમાજના દરેક મત વિરેન્દ્રસિંહ જાડેજા ને મળશે તેની સાથે સાથે વિરેન્દ્રસિંહ જાડેજા ની કાર્યશૈલીથી પ્રેરાઈને તેઓના સગા સંબંધીઓ પણ બાપુને મત આપશે તેમ જણાવ્યું હતું
આજે યોજાયેલી બેઠકમાં ભચાઉના મહાવીરસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ હમીરસિંહ સોઢા ,પ્રમુખ ઉમેશભાઈ સોની ,મહામંત્રી લાલજીભાઈ કારોત્રા, પૂર્વ પ્રમુખ હઠુંભા સોઢા ,કારોબારી ચેરમેન રામજીભાઈ પીરાણા, શાસક પક્ષના નેતા નિલેશભાઈ માળી, પૂર્વ પ્રમુખ રમેશ ખીમાભાઈ, મંત્રી તુલસીભાઈ ઠાકોર ,ઉપપ્રમુખ કાનજીભાઈ આહીર, ઉપપ્રમુખ બળદેવભાઈ ,કરમશીભાઈ કોળી ,વેલાભાઈ કોળી, સવા નારાણ કોળી, કરમશી કોળી ઉપસ્થિત રહ્યા હતા